Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

કોને પહેલા કોરોના થાય છે? યોજી કોવિડ પાર્ટી

અમેરિકાની ઘટના : કોલેજના વિદ્યાર્થીઓ વાયરસને લઇ રહ્યા છે મજાકમાં : જીવલેણ વાયરસને મજાકમાં લઇ રહ્યા છે. તેનું એક ઉદાહરણ અમેરિકામાં જોવા મળ્યું

ન્યુયોર્ક,તા.૪ : આ સમયે જયારે સંપૂર્ણ દુનિયા કોરોના વાયરસ સંક્રમણથી ઝઝૂમી રહી છે અને ૧ કરોડથી વધારે લોકો આ મહામારીના સકંજામાં છે. તો એવામાં અમુક લોકો એવા પણ છે જેઓ આ જીવલેણ વાયરસને મજાકમાં લઇ રહ્યા છે. તેનું એક ઉદાહરણ અમેરિકામાં જોવા મળ્યું, જયાં વિશ્વના સૌથી વધારે લોકો કોરોના સંક્રમિત છે. અમેરિકાના અલબામા શહેરમાં અમુક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક સ્પર્ધાના રૂપમાં કોરોના વાયરસ પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી એ જોઈ શકાય કે કોરોના પહેલા કોને થાય છે.

 મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટસ્કાલોસા સિટી કાઉન્સેલર સોન્યા મૈકેંસ્ટ્રીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ જાણી જોઈને કોરોના વાયરસથી સાથે એકબીજાને સંક્રમિત કરવા માટે પાર્ટીનું આયોજન કર્યું. મૈકેંસ્ટ્રીએ કહ્યું કે, પાર્ટી આયોજકોએ જાણી જોઈને કોરોના સંક્રમિક લોકોને પાર્ટી માટે આમંત્રિત કર્યા અને ત્યાર પછી એક વાસણમાં પૈસા નાખવામાં આવ્યા. જે પણ પહેલા કોરોના પોઝિટિવ મળી આવશે તેને આ પૈસા મળ્યા.

 ટસ્કાલોસા સિટી કાઉન્સેલર સોન્યાએ કહ્યું કે, આ રીતની પાર્ટીઓનો કોઇ અર્થ નથી અને તેઓ જાણી જોઈને આવું કરી રહ્યા છે. ટસ્કાલોસા ફાયર ચીફ રેંડી સ્મિથે મંગળવારે નગર પરિષદની સામે આ દ્યટનાની પુષ્ટિ કરી. પહેલા વિભાગે વિચાર્યું કે, આ રીતની પાર્ટીઓના આયોજનની ખબર અફવા છે, પણ બાદમાં ખબર પડી કે આ રીતની પાર્ટીઓ ખરેખર થઈ હતી અને આ રીતની કોરોના પાર્ટીનું આયોજન ખુલીને કરવામાં આવી રહ્યું છે.

સ્મિથે કહ્યું કે, ન માત્ર ડોકટરોએ તેની પુષ્ટિ કરી, પણ રાજયએ કહ્યું છે તેમની પાસે માત્ર જાણકારી છે. સ્મિથે એ નથી જણાવ્યું કે શું વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એ પણ જણાવ્યું નહીં કે વિદ્યાર્થીઓ કઇ સ્કૂલોમાં જાય છે. અલબામા યૂનિવર્સિટીની આસપાસ અન્ય દ્યણી કોલેજો પણ છે.

  તમને જણાવી દઈએ કે, બુધવારે જ અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણના ૫૦,૭૦૦થી વધારે નવા કેસો સામે આવ્યા હતા. જોન હોપકિંસ યૂનિવર્સિટી અનુસાર, અમેરિકામાં વિશેષ રૂપથી દક્ષિણ અને પશ્ચિમ ભાગમાં નવા કેસોની સંખ્યામાં ખાસ્સો વધારો થઈ રહ્યો છે. કારણ કે રાજયોએ તેમની અર્થવ્યવસ્થાને ફરી શરૂ કરી દીધી છે.

(9:52 am IST)