Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ઇસરોના મંગળયાનમાં લાગેલા કેમેરાએ ખેંચી મંગળના સૌથી મોટા ચંદ્રમાની અદ્ભુત તસ્વીર

જુવો મંગલના સૌથી નજીક અને મોટા ચંદ્રમાં ફોબોસનો શાનદાર નજારો

 બેંગલુરૂ : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના મંગળયાન (માર્સ ઓર્બિટર મિશન)માં લાગેલા 'માર્સ કલર કેમેરા' (MCC)એ મંગળના સૌથી મોટા ચંદ્ર 'ફોબોસ'ની તસવીર પાડી છે.

આ તસવીર ૧ જુલાઈએ લેવાઈ હતી, જયારે મંગળયાન મંગળથી લગભગ ૭,૨૦૦ કિમી અને ફોબોસથી લગભગ ૪,૨૦૦ કિમી દૂર હતું.

ઈસરોએ તસવીરની સાથે એક અપડેટમાં કહ્યું કે, ‘6 MCC ફ્રેમથી લેવાયેલી આ એક સમગ્ર તસવીર છે અને તે સ્પષ્ટ છે.' ફેબોસ' મોટાભાગે કોર્બોનેસિયસ કોન્ડ્રાઈટનો બનેલો છે. ઈસરોના કહેવા મુજબ, આ તસવીરમાં ભૂતકાળમાં ફોબોસ સાથે ઉલ્કા પિંડો ટકરાવાથી બનેલા વિશાળ ખાડા (ક્રેટર) પણ જોવા મળી રહ્યા છે. તે છે સ્ટિકની સ્લોવાસ્કી, રોશ અને ગ્રિલડ્રિગ. સ્ટિકની ફોબોસ પરનો સૌથી મોટો ખાડો છે.

ઈસરોના આ મિશનનો ઉદ્દેશ્ય શરૂમાં છ મહિના માટે જ હતો, પરંતુ બાદમાં તેણે કહ્યું કે, તેમાં ઘણા વર્ષો સુધી સેવા આપવા માટે પૂરતી માત્રામાં ઇંધણ છે.

ભારતે ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૪એ માર્સ ઓર્બિટર મિશન (MOM)ને સફળતાપૂર્વક અવકાશમાં મંગળની કક્ષામાં સ્થાપિત કર્યું હતું. આ ઉપલબ્ધિ પહેલા પ્રયાસમાં જ મેળવી લેવામાં આવી હતી અને આ રીતે ભારત ત્યાં પહોંચનારા એલિટ જૂથમાં સામેલ થઈ ગયો.

ઈસરોએ ૫ નવેમ્બર, ૨૦૧૩એઆંધ્ર પ્રદેશના શ્રી હરિકોટાથી પીએસએલવી રોકેટ દ્વારા તેનું પ્રક્ષેપણ કર્યું હતું. આ મિશનની પડતર ૪૫૦ ક રોડ રૂપિયા છે. મિશનનો ઉદ્દેશ મંગળની સપાટી અને ત્યાંના ખનીજોની સંરચનાનો અભ્યાસ કરવાનો છે. તેનો ઉદ્દેશ્ય ત્યાંના વાયુમંડળમાં મિથન શોધવાનો પણ છે. મિથેન મંગળ પર જીવનનો સંકેત છે.

(9:51 am IST)