Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

યે શોખ બડી ચીજ હૈ

છે ને ભાયડો..પહેરે છે સોનાનું માસ્ક :સાડા પાંચ તોલા વજનઃકિંમત છે ૩ લાખ

દેશનો સૌથી મોંઘો છે માસ્ક : પૂણેનો છે રહીશ

નવી દિલ્હી,તા.૪ : કોરોના કાળમાં માસ્ક પહેરવું દરેક વ્યકિત માટે ફરજિયાત થયું છે. જોકે, આપણાં દેશમાં એવા લોકોની પણ ઉણપ નથી જે સોના પહેરવાનો ખૂબ શોખ ધરાવે છે. પુણેના એક વ્યકિતએ કોરોનાથી બચવા માટે સોનાનું માસ્ક બનાવ્યું છે, જેની કિંમત ૩ લાખ જેટલી હોવાનું કહેવામાં આવે છે. આ વ્યકિત ગોલ્ડમેનના નામથી પણ ઓળખવામાં આવે છે.

પુણેથી નજીક પિંપરી ચિંચવડમાં રહેતા શંકર કુરહાડે સોનાનું માસ્ક પહેરીને ફરે છે. આ માસ્ક સાડા પાંચ તોલાનું છે અને તેની કિંમત આશરે ૩ લાખ જેટલી હોવાનું કહેવામાં આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ દેશનું સૌથી મોંઘુ માસ્ક છે.

 કુરહાડેને સોનું પહેરવાનો ખૂબ જ શોખ છે. તેના ગળા, હાથમાં સોનાની મોટી મોટી ચેન જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે તે સામાન્ય રીતે ૩ કિલો સોનું તો પહેરીને જ ચાલે છે. સોનાના શોકના કારણે જ આ વ્યકિતએ પોતાના માટે ગોલ્ડ માસ્ક તૈયાર કરાવ્યું છે.

  હૈદરાબાદના જવેલર્સે ગોલ્ડન ફેસ માસ્ક વેચવાનું ચાલું કર્યું છે. હૈદરાબાદની એક ફેમસ જવેલરી શોપે આ ટ્રેન્ડની શરૂઆત કરી છે. આ માસ્કની કિંમત લાખોમાં છે. જોકે, મોટાભાગના લોકોનું એવું કહેવું છે કે આ માત્ર દેખાડો જ છે. આ માસ્ક પહેરીને લગ્નમાં જઈ શકાય છે પરંતુ કોરોના વાયરસથી બચાવ કરવામાં આ માસ્ક કારગર નથી

 

(9:51 am IST)