Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

સેપ્ટિક ટેન્કની સફાઈ વખતે ૪ યુવકોનાં મોતથી હોબાળો

મજૂરીથી વંચિત કામદારોએ જોખમ લીધું : તમિલનાડુના તુતીકોરિન જિલ્લાની ઘટનાની ગંભીરતાને પગલે પોલીસે તાત્કાલિક મકાન માલિક વિરુદ્ધ કેસ કર્યો

તુતીકોરિન, તા. ૩ : તમિલનાડુના તુતીકોરિન જિલ્લામાં ગુરુવારે એક ગામમાં સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન શ્વાસ રુંધાવાથી ચાર વ્યક્તિના મોત થયા છે. પોલીસના કહેવા અનુસાર આ ઘટના કેલા ચેક્કારાકુડી ગામાં બની હતી. સૌથી પહેલાં બે વ્યક્તિ ટેન્કની સફાઈ કરવા એમાં ઉતર્યા હતા. જ્યારે એ બહાર નીકળી ન આવ્યા તો અન્ય બે પણ અંદર ઉતર્યા અને બાદમાં ચારેયના શ્વાસ રુંધાવાથી મોત થયા હતા.

આ સંબંધમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલું છે. પોલીસના કહેવા અનુસાર ચારેય મૃતક વ્યક્તિઓની ઓળખ કરાઈ છે, જેમાં પંડી(૨૪), ઇસાકિરાજા(૨૦), બાલા(૨૩) અને દિનેશ(૨૦) સામેલ છે, આ ચારેય યુવકો પડોશી જિલ્લા તિરુનેલવેલ્લીના રહેવાસી છે.

પોલીસે કહ્યું કે પંડી, ઇસાકિરાજા અને બાલાએ પહેલાં પણ મેન્યુઅલ સ્કૈવેંજર્સના રુપમા કામ કર્યું હતું. પરંતુ દિનેશે કર્યું નહતું. એ તેમની સાથે એટલા માટે કામ પર ગયો હતો,કારણ કે કોરોના વાયરસ મહામારીના કારણે દૈનિક મજુરી મળી રહી નહતી. કેલા ચેક્કારાકુડીના રહેવાસી ૬૫ વર્ષીય સોમસુંદરમએ તેમણે પોતાના નિવાસસ્થાન પર સેપ્ટિક ટેન્કની સફાઈ કરવા આદેશ આપ્યો હતો. એ ગુરુવારે સવારથી કામ પર લાગેલા હતા. પરંતુ બપોરે બે કલાકે એક વ્યક્તિ ટેન્કની અંદર બેહોશ થઈને પડી ગઈ હતી. ત્યારબાદ તેને બચાવવા અન્ય લોકો પણ ટેન્કમાં ઉતર્યા હતા, જે બાદમાં બેહોશ થઈ ગયા હતા. કેસની તપાસ કરી રહેલા એક અધિકારીએ કહ્યું કે એ ચારેય ટેન્કથી નીકળી રહેલી ઝેરીલી ગેસના કારણે બેહોશ થઈ ગયા હતા. બાદમા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં મોડી રાત્રે ૨-૩૦ કલાકે તેમની મોત થઈ હતી.

(8:32 am IST)