Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

નિવૃત્તિ વય વધારીને ૭૦ કરી દેવા માટે સૂચન થયું

લોકોનું જીવન વધતા નવું સૂચન કરવામાં આવ્યું : જર્મની, અમેરિકા, બ્રિટન, યુકે અને ચીન સહિતના દેશોના દાખલા આપવામાં આવ્યા : વર્ષે ૬૦ લાખ નોકરીની તક

નવી દિલ્હી, તા. ૪  : દેશમાં નિવૃત્તિની વય વધારીને ૭૦ વર્ષ કરવાની હિલચાલ ચાલી રહી છે. મોદી સરકાર જો મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમ અને તેમની ટીમની સલાહ પર આગળ વધે છે તો આ બાબત શક્ય છે. ગુરુવારનાદિવસે રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આના સમર્થનમાં જર્મની, અમેરિકા, યુકે, ચીન અને જાપાન સહિતના અનેક દેશોના દાખલા રજૂ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં મહિલા અને પુરુષોની લાઈફ સતત વધી રહી છે. અન્ય દેશોના અનુભવના આધાર પર પુરુષો અને મહિલાઓની નિવૃત્તિ વયમાં વધારો કરવા વિચારણા થઇ શકે છે. આનાથી પેન્શન સિસ્ટમમાં વ્યવહારિકતા વધારવાની ઇચ્છા છે. મહિલા શ્રમબળના જુના ગ્રુપમાં પેન્શનની ભાગીદારીને વધારી શકાય છે. રિટાયર્ડમેન્ટ વયમાં વૃદ્ધિ ફરજિયાત છે. આના માટે આ પરિવર્તનમાં એડવાન્સમાં સંકેત આપવાની જરૂર છે. આનાથી પેન્શન અને અન્ય નિવૃત્તિ જોગવાઈની યોજનામાં મદદ મળશે. વધતી જતી વય જનસંખ્યા અને પેન્શન ફન્ડિંગ પર વધતા દબાણના કારણે ઘણા બધા દેશોએ પેન્શન યોગ્ય રિટાયર્ડ વયને વધારવાની જરૂર છે. જર્મની, ફ્રાંસ અને અમેરિકા જેવા દેશોએ નિવૃત્તિ વયમાં વધારો કરી દીધો છે. કેટલાક દેશોએ ઓસ્ટ્રેલિયા અને યુકે મહિલાઓને પુરુષોથી વહેલી તકે નિવૃત્તિ આપી દેવામાં આવે છે પરંતુ હવે બંનેની નિવૃત્તિની વય બરોબર કરી દેવા નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે અનેક વિકસિત દેશો જેમ કે અમેરિકા, કેનેડા, જર્મની જેવા દેશોએ પ્રી સેટ ટાઈમલાઈન મુજબ નિવૃત્તિ વયને વધારવાના સંકેત આપી દીધા છે. દાખલ તરીકે યુકેમાં ૨૦૨૦ સુધી રાજ્ય પેન્શન વય પુરુષો અને મહિલાઓ માટે ૬૬ ટકા કરી દેવામાં આવશે. બ્રિટનની સરકાર ૨૦૨૬-૨૮માં ૬૭ વર્ષ અને ૨૦૪૪-૪૬માં ૬૮ વર્ષ કરવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત રોજગારીની તકો વધારવા માટે પણ સર્વેમાં વાત કરવામાં આવી છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, નાના ઉદ્યોગ ક્ષેત્રોને પ્રોત્સાહન આપી શકાય છે. આર્થિક સર્વેમાં નોકરીની તકો અને પ્રોડક્ટીવીટીને પણ મહત્વ આપવામાં આવ્યું છે. આગામી દશકમાં એક વર્ષમાં ૫૫થી ૬૦ લાખ નોકરીની તકો ઉભી કરી શકાય છે.

કાયદાઓમાં ફેરફાર કરવાની જરૂર દેખાઈ રહી છે. માઇક્રો, સ્મોલ અને મિડિયમ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

(7:00 pm IST)