Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

મોબાઈલના સીમની જેમ મળશે ઇન્ટરનેટના કનેક્શન : સરકારની તૈયારી

ઇન્ટરનેટ બ્રોડબેન્ડને સામાન્ય લોકો માટે ઘરે - ઘરે પહોંચાડવાનો સંકલ્પ

નવી દિલ્હી : ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ટેલિકોમ પ્રધાન રવિ શંકર પ્રસાદે ઇન્ટરનેટ બ્રોડબેન્ડને સામાન્ય લોકો માટે ઘરે - ઘરે પહોંચાડવાનો સંકલ્પ લીધો છે. તેમણે કહ્યું છે કે, ભારતને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોનું નિકાસ કેન્દ્ર બનાવવા માટે સરકાર સક્રિયતાથી કામ કરશે

  . 'ડિજિટલ ઇન્ડિયા 2.0'ના મહત્વાકાંક્ષી લક્ષ્‍યનો ઉલ્લેખ કરતા મંત્રીએ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપનીઓ તેમજ તેના ટોચના સંગઠન નેસકોમથી દેશમાં 'ડિજિટલ વિલેજ'નું ગઠન તેમજ ડિજિટલ સાક્ષરતા અભિયાનમાં મદદ કરવા માટે અપીલ કરી. ઇન્ટરનેટ બ્રોડબેન્ડ સરળતાથી ઉપલબ્ધ થશે   

   પ્રસાદે કહ્યું હતું કે તમારા માટે તમારા સુધી બ્રોડબેન્ડ પહોંચાડવું પ્રાધાન્યતા ક્ષેત્રોમાં છે અને હું આ દિશામાં કામ કરી રહ્યો છું.

    તેમણે ઉમેર્યું હતું કે બ્રોડબેન્ડ અને મોબાઇલ ઉપલબ્ધતા ડિજિટલ ઇન્ડિયાનું મહત્વનું ઘટક છે, જે દેશની ડિજિટલ જરૂરિયાતો પૂરી કરવા માટે મદદરૂપ સાબિત થઇ રહ્યું છે. હાલની શક્તિ અને પ્રતિભાનો ઉપયોગ કરી શકે છે ભારત રવિ શંકર પ્રસાદે જણાવ્યું હતું કે, દેશમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો નિકાસ કેન્દ્ર તરીકે વધારવા માટે ભારત ઇલેક્ટ્રોનિક ઉત્પાદન સાથે સંકળાયેલ તેની વર્તમાન શક્તિઓ અને પ્રતિભાનો ઉપયોગ કરી શકે છે. પ્રસાદના જણાવ્યા અનુસાર, ડિજિટલ ઇન્ડિયા હેઠળ 5 જી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવી તકનીકીઓનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે જોવું જોઈએ.

(1:39 pm IST)