Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ટેકાના ભાવ વધારતા ખાદ્ય સબસિડી બિલમાં થશે 11000 કરોડનો વધારો

 

  નવી દિલ્હી : કેન્દ્ર સરકારે અનાજ-કઠોળના ટેકાના ભાવમાં વધારો કર્યો છે ત્યારે વર્ષ 2016-17ના (ઓક્ટોબર-સપ્ટેમ્બર) ના ખરીદ આંકડાના હિસાબે અનાજની લઘુતમ ટેકાના ભાવ વધવાથી ખાદ્ય સબસિડી બિલમાં 11,000 કરોડ રૂપિયાનો વધારો થશે.

  અત્રે જણાવવાનું કે ખાદ્યાન્નની ખરીદી અને વિતરણ માટે સરકાર નોડલ એજન્સી ભારતીય ખાદ્ય નિગમ (એફસીઆઈ) ખેડૂતો પાસેથી એમએસપી પર ઘઉં અને ચોખા ખરીદે છે અને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ અનાજની આપૂર્તિ કરે છે.

(10:32 pm IST)