Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

પાકિસ્તાનમાં વડાપ્રધાન પદના તમામ દાવેદારો કેમ લડે છે ઓછામાં ઓછી 3 સીટો પર ચૂંટણી ! ?: શું છે ડર

શહબાજ શરીફ ત્રણ પ્રાંતની ચાર સીટ પરથી ઝુકાવ્યું : ઇમરાન ખાન પાંચ સંસદીયક્ષેત્રમાંથી લડે છે

ઇસ્લામાબાદઃપાકિસ્તાનમાં આગામી ચૂંટણી ઘણા કારણોથી આંતરરાષ્ટ્રીય ચર્ચામાં છે.પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ચૂંટણી લડી શક્યા નથી  આ સાથે ઘણા મહત્વના ચહેરાના ચૂંટણી સોગંદનામાં કોઈને કોઈ ભૂલ જોવા મળી. આ કારણે ઘણા ઉમેદવારોનું ઉમેદવારી પત્ર રદ્દ કરી દેવામાં આવ્યું છે. તેની અસર તે થઈ કે વડાપ્રધાન પદ્દના તમામ દાવેદા અંતિમ સમયમાં ચૂંટણી પ્રક્રિયાથી બહાર હોવાના ડરથી કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી, તેથી આ ઉમેદવારો ઓછામાં ઓછી ત્રણ જગ્યાએથી ચૂંટણી લડી રહ્યાં છે.
 પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી 25 જુલાઈએ છે. આ સંદર્ભમાં પ્રસિદ્ધ અખબાર ડોનની રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, નવાઝ શરીફના નાના ભાઈ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ એન)ના અધ્યક્ષ શહબાજ શરીફ ત્રણ પ્રાંતની ચાર સીટ એન એ-132 (લાહોર), એન એ-192 (ડેરા ગાંજી ખાન), એન એ-249 (કરાચી) અને એન એ-3 (સ્વાત)થી ચૂંટણી લડી રહ્યાં છે. 

ક્રિકેટરમાંથી નેતા બનેલા અને પાકિસ્તાન તહરીક એ ઇંસાફના પ્રમુખ ઇમરાન ખાન પાંચ સંસદીય ક્ષે6 એન એ-35 (બન્નૂ), એન એ-53 (ઇસ્લામાબાદ), એન એ-95 (મિયાંવાલી), એન એ-131 (લાહોર) તથા એન એ-243 (કરાચી)થી ચૂંટણી લડી રહ્યાં છે. 

 પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો-જરદારી ત્રણ સીટ મલકંદ, લાહોર અને લકરાનાની એક-એક સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમના પિતા આસિફ અલી જરદારી એન એ-213 (શહીદ બેનજીરાબાદ)થી ચૂંટણી લડી રહ્યાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, જમીયત ઉલેમા એ ઇસ્લામના પ્રમુખ મૌલાના ફજલુર રહમાન ડેરા ઇસ્માઇલ ખાન એન એ-38 અને એન એ-39 ચૂંટણી વિસ્તારોથી ચૂંટણી મેદાનમાં છે. 

  પાકિસ્તાનના પૂર્વ ગૃહ પ્રધાન ચૌધરી નિસાર અલી ખાન રાવલપિંડીની એન એ-59 અને એન એ-63 સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. જમાત એ ઇસ્લામીના પ્રમુખ સિરાજુલ હક એન એ-7 (લોઅર દીર) તથા એન એ-23 સીટ (ચારસદ્દા)થી ચૂંટણી મેદાનમાં છે. તે વર્તમાનમાં સેનેટર છે. અવામી નેશનલ પાર્ટીના પ્રમુખ અસફંદયાર વલી ખાન એન એ-24 (ચારસદ્દા)થી ચૂંટણી મેદાનમાં છે. 

  પૂર્વ વડાપ્રધાન યૂસુફ રજા ગિલાની એન એ-158 (મુલ્તાન) સીટથી ચૂંટણી મેદાનમાં છે, જ્યારે તેમનો પુત્ર અલી મૂસા ગિલાની અને અલી કાદિર ગિલાની એન એ-157 અને એન એ-154 સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. પખતૂનખ્વા મિલ્લી અવામી પાર્ટીના પ્રમુખ અહમૂદ ખાન અચકજઇ એન એ-263 સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

(7:19 pm IST)