Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

સ્માર્ટ ફોનના ચાર્જરમાં બ્લાસ્ટ થયો, પિતા-પુત્રીએ ગુમાવ્યો જીવ

ફોન ચાર્જમાં મુકીને સુઈ ગયા

નવીદિલ્હી, તા.૪: નવી દિલ્હી- મોબાઈલને કારણે અનેક દુર્ઘટનાઓ થતી હોય છે. તાજેતરમાં ચેન્નાઈમાં એક સ્માર્ટફોન ચાર્જરમાં વિસ્ફોટ થવાને કારણે ૯૦ વર્ષીય વૃદ્ઘ અને તેમની ૬૦ વર્ષીય દીકરીએ જીવ ગુમાવ્યો છે.

આ ઘટના ચેન્નાઈના તામ્બરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હબીબ મોહમ્મદ(૯૦ વર્ષ) અને તેમની દીકરી મહરુમિશા(૬૦ વર્ષ)એ લોકલ માર્કેટમાંથી એક જૂનું ચાર્જર ખરીઘુ હતું. દુર્ઘટનાનો શિકાર બનેલા પિતા-પુત્રી ફ્રૂટ વેચતા હતા અને પ્રાપ્ત જાણકારી અનુસાર બન્ને વાલ સોકેટમાં ફોન ચાર્જમાં મુકીને સુઈ ગયા હતા.

તેમણે રુમમાં મચ્છર ભગાવવા માટેની કોઈલ પણ મુકી હતી. પહેલા કોઈલને ઘટનાની જવાબદાર માનવામાં આવતી હતી, પરંતુ પછીથી ખબર પડી કે તેને ઘટના સાથે કોઈ લેવા-દેવા નથી. રિપોર્ટ અનુસાર, બન્નેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જયાં ૯૦ વર્ષીય હબીબે સવારે અંતિમ શ્વાસ લીધા. જયારે તેમની દીકરીએ મૃત્યુ પહેલા પોલીસને આ ઘટના વિષે નિવેદન પણ આપ્યુ હતું.

તામ્બરમ પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવેલા નિવેદન અનુસાર, આગ લાગવાને કારણે સ્માર્ટફોનમાં વિસ્ફોટ થયો હતો. પોલીસ આ ઘટનાની તપાસ કરી રી છે. પોલીસે લોકોને ચેતવણી આપવા માટે એક અલગ એડવાઈઝરી પણ જાહેર કરી છે, જેમાં લોકોને સ્માર્ટફોન ઓવરચાર્જ કરવાના રિસ્ક વિષે જણાવવામાં આવ્યું છે.(૨૨.૧૭)

(3:58 pm IST)