Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

''સંજુ''નો મિત્ર કમલી : રિયલ લાઇફનો પરેશ ઘેલાણી અમેરિકામાં સ્થાયી થયેલો ગુજરાતી

રિયલ લાઈફમાં મિત્રો વચ્ચે તે કમલી (કમલેશ કનૈયાલાલ કપાસી) તરીકે પ્રખ્યાત છે.

મુંબઈ :બૉલીવુડ અભિનેતા સંજયદત્તની બાયોપિક સંજુ બોક્સ ઓફિસમાં ધમાકેદાર પર્ફોમન્સ આપી રહી છે આ ફિલ્મ વર્ષ 2018માં સૌથી મોટી ઓપનર બની ગઈ છે. આ ફિલ્મમાં સંજય દત્તની જિંદગીમાં અનેક મહત્ત્વના પડાવ બતાવવામાં આવ્યા છે, જેને વિશે તેના ફેન્સ બહુ જ ઓછું જાણતા હતા. આ ફિલ્મમાં સંજય દત્તના મિત્ર તરીકે કમલી નામના પાત્રનો ઉલ્લેખ કરાયો છે. ફિલ્મમાં બતાવવામાં આવેલ આ મિત્ર સંજય દત્તની રિયલ લાઈફ સાથે જોડાયેલ છે. તેમનું નામ પરેશ ઘેલાની છે. જે અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતી બિઝનેસમેન છે.

  આ ફિલ્મમાં સંજય દત્તની બહુ જ નજીક તેનો એક મિત્ર કમલી બતાવવામાં આવ્યો છે. તેના આ મિત્રનું રિયલ નામ પરેશ ઘેલાની છે. ફિલ્મમાં પરેશનો રોલ વિક્કી કૌશલ નામના એક્ટરે ભજવ્યો છે. પરેશ ઘેલાની તેના રિયલ લાઈફમાં મિત્રો વચ્ચે તે કમલી (કમલેશ કનૈયાલાલ કપાસી) તરીકે પ્રખ્યાત છે.

(12:39 pm IST)