Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

LG 'સુપર' બોસ નથી : કેજરીવાલ જ દિલ્હીની અસલી 'સરકાર'

અધિકારોના જંગ મામલે સુપ્રિમ કોર્ટનો ફેંસલો : મોદી સરકારને આંચકો : કેજરીવાલ સરકારની જીત : LGની મનમાની નહિ ચાલે : કોર્ટે કેજરીવાલ સરકારની તાકાત વધારી : LG (ઉપરાજ્યપાલ) કેબિનેટની સલાહ અન્વયે કામ કરે : LG સ્વતંત્ર નિર્ણયો લઇ ન શકે : સરકારની બાબતમાં બાધા પણ ઉભી કરી ન શકે

નવી દિલ્હી તા. ૪ : દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને એલજી વચ્ચે ચાલી રહેલી અધિકારીની જંગ મામલે સુપ્રીમ કોર્ટે એલજી જોરદાર ઝટકો આપ્યો છે. પાંચ જજોની બેંચે સર્વસંમતિથી કહ્યું કે, અસલી તાકાત મંત્રીમંડળ પાસે છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ મોદી સરકાર માટે આંચકા સમાન છે તેમજ કેજરીવાલ સરકાર માટે મોટી જીત છે.

સુપ્રીમ કોર્ટ આ અંગે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેન્દ્ર રાજયના સંબંધો સૌહાર્દપૂર્ણ હોવા જોઇએ. રાજયોને અધિકારનો ઉપયોગ કરવાનો હક છે. એલજી પાસે સ્વતંત્ર અધિકારી નથી. એલજી કેબિનેટની સલાહથી કામ કરવાનો ચૂકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે, પ્રશાસનીક નિર્ણય લેવો બધાની સામૂહિક જવાબદારી છે. બંધારણનું પાલન કરવું એ બધાની ફરજ છે.

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, કોપી એલજીને સોંપવામાં આવે. કેબિનેટ સાથે મળીને જનતા માટેકામ કરવા માટે એલજીને સૂચન પણ કરવામાં આવ્યું છે. દિલ્હીની સ્થિતિ બાકીના રાજયોથી અલગ છે, સરકાર એલજીને નિર્ણયોની અવગત કરાવે. રાજયમાં અરાજક માટે કોઇ સ્થાન ન હોવાનું પણ એસસીએ કહ્યું છે. ભારત જેવા લોકતંત્ર દેશ માટે વાતચીત જરૂરી છે. લોકતાંત્રિક સંસ્થાઓની નિષ્ફળતા દેશની નિષ્ફળતા છે. બંધારણીય લડાઇ લોકતંત્રની પરીક્ષા હોવાનું પણ એસસીએ ચૂકાદામાં કહ્યું છે.

ચુકાદા આપતા સીજેઆઈ દિપક મિશ્રાએ કહ્યું હતું કે, બધા નિર્ણયો બંધારણીય ભાવનાને અનુરૂપ હોવા જોઇએ. બંધારણીય વિશ્વાસ અત્યંત મહત્વપૂર્ણ છે. બંધારણીય નૈતિકતા કેટલાક લોકોના હાથોમાં શકિતની એકાગ્રતાના વિચારોને અસ્વીકાર કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતુંકે, કેન્દ્ર અને રાજય સરકારે એકબીજા સાથે સહયોગ અને સામજસ્યપૂર્ણ સંબંધોનું પ્રદર્શન કરવું જોઇએ. બંને સરકારો મળીને બંધારણીય સંઘવાદ અનુરૂપ કામ કરે.

દિલ્હીમાં મુખ્યમંત્રી અને ઉપરાજયપાલ વચ્ચેના અધિકારીોની લડાઇની અરજી ઉપર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ચૂંટાયેલી સરકારને વધારે શકતીઓ આપે છે. એલજી એકલા જ કોઇ નિર્ણય નથી કરી શકતા.

અગાઉ આ મામલો દિલ્હી હાઇકોર્ટમાં હતો. જ્યાંથી આસઆદમી પક્ષ અને અરવિંદ કેજરીવાલને આંચકો લાગ્યો હતો. દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે અધિકારોના લડાઇ પર ચુકાદો આપીને દિલ્હી હાઇકોર્ટે ૪ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ કહ્યું હતું કે ઉપરાજ્યપાલ જ દિલ્હીના પ્રશાસનિક પ્રમુખ છે અને દિલ્હી સરકાર એલજીની મરજી વગર કાયદો નિર્માણ કરી શકે નહિ. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને સ્પષ્ટ રીતે પલટાવી દીધો છે.

કોર્ટની ટિપ્પણીઓ પાંચ જજોની બંધારણીય બેચને કરી હતી. આ બેચમાં ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એકે સીકરી, જસ્ટીટ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ છે.

દિલ્હી સરકાર તરફથી વરિષ્ઠ વકીલ ગોપાલ સુબ્રમણ્યમ, પી. ચિદમ્બરમ, રાજીવ ધવન, ઇન્દિરા જયસિંહ અને શેખર નાફડે રજૂઆત કરી હતી. જયારે કેન્દ્ર સરકારનો પક્ષ એડિશનલ સોલિસિટર જનરલ મનિંદર સિંહ રાખ્યો હતો.

દિલ્હીના અસલી બોસ કોણ? જાણો સુપ્રીમ કોર્ટના કયાં જજે શું કહ્યું?

નવી દિલ્હી તા. ૪ : દિલ્હીના અસલી બોસ કોણ તેના પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. પાંચ સભ્યવાળી સંવિધાન બેન્ચે પોતાના નિર્ણયમાં દિલ્હી સરકાર અને ઉપરાજયપાલના કામોની લક્ષ્મણરેખા પણ ખેંચી દીધી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કેટલીય ટિપ્પણીઓ કરી છે. હજુ પણ ચુકાદો વંચાઇ રહ્યો છે. દિલ્હીના બોસ કોણ તેના પર સ્થિતિ સ્પષ્ટ નથી. આવો જાણીએ કોર્ટમાં વંચાતા નિર્ણય દરમ્યાન શું-શું અગત્યની ટિપ્પણીઓ થઇ અને તેની આવનારા દિવસો પર દિલ્હીમાં શું અશર થશે.

દિલ્હીમાં કોઇ બોસ નથી, કેન્દ્ર-રાજય મળીને કામ કરે. દિલ્હીને પૂર્ણ રાજયનો દરજજો મળવો મુશ્કેલ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું માત્ર ત્રણ મુદ્દા લેન્ડ, કાયદો અને સર્વિસને છોડી દિલ્હી સરકાર કાયદો બનાવી શકે અને શાસન કરી શકે છે. લોકતાંત્રિક મૂલ્ય સર્વોચ્ચ છે. સંવિધાનનું પાલન થવું જોઇએ. સરકાર પ્રજાના પ્રત્યે જવાબદેહ હોય. પ્રજા માટે સરકાર ઉપલબ્ધ થવી જોઇએ. શકિતઓમાં સમન્વય હોય. શકિત એક જદ્યાએ કેન્દ્રિત થઇ શકે નહીં. કેબિનેટ સાંસદની પ્રત્યે જવાબદાર છે. આપણી સંસદીય પ્રણાલી છે. કેન્દ્ર અને રાજય સમન્વયથી કામ કરે. સંઘીય માળખામાં રાજયોને પણ સ્વતંત્રતા મળી છે. આ બાબતમાં એલજીની મંજૂરી જરૂરી નથી. જનમત મહત્વનો છે તકનીકી તબક્કાઓમાં ઉકેલાશે નહીં. એલજી દિલ્હીના પ્રશાસક છે. કેટલાંય મામલાને છોડી દો તો દિલ્હી વિધાનસભા કાયદો બની શકે છે. સંસદનો કાયદો સર્વોચ્ચ છે. કેબિનેટ-એલજીમાં મતભેદ હોય તો મામલો રાષ્ટ્રપતિ પાસે મોકલો. કેન્દ્ર અને રાજયના સંબંધો સૌહાર્દપૂર્ણ હોય. એલજી પસંદગીની સરકારની સલાહ અને સહમતિથી કામ કરે. કામમાં અડચણ ના ઉભી કરે. એલજી પાસે સ્વતંત્ર અધિકાર નથી. સરકારની સાથે મળી કામ કરે. અરાજકતાની જગ્યા નથી.

મંત્રીમંડળ જનતા માટે જવાબદાર છે. ઉપરાજયપાલને મંત્રીમંડળની સલાહથી કામ કરવું જોઇએ. દિલ્હીમાં પસંદ કરાયેલા પ્રતિનિધિના કામમાં દરરોજ દખલ કરવી જોઇએ નહીં. કેન્દ્રના પ્રતિનિધ દ્વારા નિર્ણય લઇ શકાય નહીં. ઉપરાજયપાલને દિલ્હીની પસંદ કરેલી સરકારના નિર્ણયને માનવો પડશે. લોકતાંત્રિક દેશમાં એલજી મંત્રીમંડળના સંવૈધાનિક શકિતઓને નજરઅંદાજ કરી શકે નહીં.

(3:36 pm IST)