Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ગોવા, કર્ણાટક, ગુજરાત, પ.બંગાળ, સિકકીમ, ઝારખંડ, બીહાર, ઓડીશા, અરૂણાચલ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મીઝોરમ અને ત્રિપુરામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હીઃ હવામાન ખાતા દ્વારા દેશના ૧૫ રાજયોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા ગોવા, કર્ણાટક, ગુજરાત, પ.બંગાળ, સિકકીમ, ઝારખંડ, બીહાર, ઓડીશા, અરૂણાચલપ આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મીઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હવામાન ખાતાએ આગામી ૭૨ કલાકમાં મુંબઇમાં પણ ભારે વરસાદની શકયતા દર્શાવી છે. સાથો-સાથ ઉત્તરાખંડમાં હવામાન ખાતાએ પ્રવાસીઓ અને સ્થાનીકો માટે ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે રાજયના હિલવાળા વિસ્તારોમાં ભુસ્ખલન થવાની શકયતા છે.

(11:28 am IST)