Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

સેવિંગ એકાઉન્ટની જેમ હવે બેંકો - પોસ્ટ ઓફિસોમાં ખોલાવી શકાશે ગોલ્ડ એકાઉન્ટ

સોનાની આયાત ઘટાડવાનો હેતુ : બચત ખાતાઓ - જમા પૈસાની બરાબર મળશે સોનુ

નવી દિલ્હી તા.૪: થોડા સમયમાંજ લોકો સેવીંગ એકાઉન્ટની જેમજ બેંકો અને પોસ્ટઓફીસોમાં ગોલ્ડ સેવીંગ એકા ઉન્ટ ખોલાવી શકશે. સોના ક્ષેત્રે મોટા ફેરફાર માટે નાણા મંત્રાલયે ગોલ્ડ પોલીસીનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેને વડા પ્રધાન કાર્યાલયની સંમતિ મળી ગઇ છે. આ પ્રસ્તાવને ટુક સમયમાં મંજુરી માટે કેબીનેટમાં મોકલાશે. નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે સરકાર આ યોજના હેઠળ લોકોને સેવીંગ એકાઉ ન્ટ દ્વારા સોનુ ઉપલબ્ધ કરાવવાનો ઇરાદો ધરાવે છે જેથી સોનાની આયાતઓછી થઇ શકે. આ યોજનાથી બજારમાં સોનાનો પ્રવાહ વધશે તો સોના માગ અનુસાર બજારમાં સોનું ચોક્કસ રીતે મળી શકશે. સરકાર આ યોજનાને શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ જોરદાર રીતે લોંચ કરવા માગે છે જેથી સામાન્ય ગ્રામ જનો પણ તેનો લાભ લઇ શકે. આના માટે બેંકોની સાથે સાથી પોસ્ટ ઓફીસોનો ઉપયોગ કરાશે જેથી આ યોજનાનો લાભ સામાન્ય માણસો સુધી પહોંચે.

કેટલું સોનું મળશે?

સૂત્રો પ્રમાણે ગોલ્ડ સેવીંગ એકા ઉન્ટમાં જમા પૈસા જેટલું સોનું મળશે. જોકે આમાં વિકલ્પો મળશે લોકો પૈસા ઉપાડતી વખતે સોનું કે પૈસા જે ઇચ્છે તે ઉપાડી શકશે. પૈસા ઉપાડતી વખતે તેના પર કેપીટલ ગેઇન્સ ટેક્ષ નહીં લાગે સોવરેન બોન્ડ સ્કીમમાં જેટલું વ્યાજ બેંક આપે છે તેટલુંજ વ્યાજ ગોલ્ડ સેવીંગ એકાઉન્ટમાં મળશે એટલે કે ૨.૫ ટકા વ્યાજ મળશે. એક ખાસ વાત એ છે કે પૈસા ઉપાડતી વખતે જેટલુ સોનુ મળશે તેના પર ઇમ્પોર્ટ ડયુટી નહી લાગે પી પી જવેર્લ્સના વાઇસ પ્રેસીડેન્ટ પવન ગુપ્તાનું કહેવું છે કે આ સ્કીમ દ્વારા સામાન્ય માણસોને સોનું ખરીદવા માટે બચતનો વિકલ્પ મળશે. આ ઉપરાંત સરકારે પૈસા ઉપાડવાનો વિકલ્પ રાખ્યો છે તે પણ તર્કસંગત છે કોઇને જરૂર પડે તો સોનું લેવાને બદલે પૈસા પણ ઉપાડી શકશે.

સોનાની આયાત ઘટાડવાનો ઉદ્દેશ

નાણા મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે સરકાર ઇચ્છે છે કે સોનાની આયાત ઘટે જો કે અત્યારે સોનાની આયાત ઘટી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રીપોર્ટ પ્રમાણે ૨૦૧૮ના પ્રથમ ત્રણ માસમાં ભારતમાં સોનાની માંગ ૧૨ ટકા ઘટી ૧૩૧.૨ ટનમાંથી ૧૧૫.૬ ટન થઇ ગઇ છે. ૩૪૪૦૦ કરોડ રૂપિયાની આયાત હવે ૩૧૮૦૦ કરોડની થઇ ગઇ છે.

કાઉન્સીલના કહેવા મુજબ જો માંગમાં આવીજ સુસ્તી રહેશે તો તેની કિંમતમાં ઘટાડો થઇ શકે છે. આ દરમ્યાન જવેલરીની માંગ પણ ૧૨ ટકા ઘટી છે આ વર્ષે જવેલરી માટે સોનાની માંગ ૯૯.૨ ટનથી ઘટીને ૮૭.૭ ટન થઇ છે સોનાની આયાતમાં ૪૧ ટકાનો ઘટાડો નોંધાયો છે જે ગયા વર્ષના ૨૬૦ ટનની સામે ૧૫૩ ટન થયેલ છે નાણા સચીવ હસમુખ અઢીયાનું કહેવું છે કે સરકાર આયાત અને નિકાસ વચ્ચેની ખાઇ ઓછી કરવા માંગે છે વેપાર ઘટ કાબુમાં આવશે રાજકોષિય ઘટપણ કાબુમાં રહેશે. આના માટે સરકારના પ્રયત્નો ચાલુ જ રહેશે.

(11:26 am IST)