Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

હુમલાની દહેશત છતાં પણ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ

અમરનાથ યાત્રા યથાવતરીતે આગળ વધી : લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સાહિત : રક્ષાબંધન સુધી અમરનાથ યાત્રા ચાલશે :નવો કાફલો રવાના થયો

શ્રીનગર, તા. ૩ : પ્રતિકુળ સંજોગો અને વરસાદ હોવા છતાં અમરનાથ યાત્રા યથાવતરીતે ચાલી રહી છે. આતંકવાદી હુમલાની દહેશત હોવા છતાં શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓનો કાફલો યથાવતરીતે રવાના થઇ રહ્યો છે. તમામ શ્રદ્ધાળુઓમાં કોઇ દહેશત દેખાઈ રહી નથી. વાર્ષિક અમરનાથ યાત્રામાં આ વખતે અન્ય વર્ષોની સરખામણીમાં વધારે સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પ્રથમ કાફલો ગયા બુધવારના દિવસે સવારે જમ્મુથી બાલતાલ અને બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. ૬૦ દિવસની આ યાત્રામાં આ વખતે અઢી લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. અમનારથ યાત્રા ૨૬મી ઓગસ્ટ સુધી ચાલનાર છે.  અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગંભીરરીતે ધ્યાન આપી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે.  બાલતાલ અને પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવાના બે રસ્તાઓ છે. આ બનંને રસ્તા શ્રીનગરથી ખૂબ સારી રીતે જોડાયેલા છે. મોટાભાગે શ્રદ્ધાળુ શ્રીનગરથી પોતાની યાત્રા શરૂ કરે છે. પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા ૪૮ કિલોમીટરના અંતરે છે જ્યારે બાલતાલથી પવિત્ર ગુફા ૧૪ કિલોમીટરના અંતરે છે. બાલતાલ રૂટથી અમરનાથ ગુફા સુધી સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકાય છે પરંતુ આ રસ્તો ખૂબ જ મુશ્કેલરૂપ છે. જેથી મોટી વયના લોકો આ રૂટનો ઉપયોગ કરી શકતા નથી. પહેલગામ અમરનાથ માટે ઐતિહાસિક અને જુના માર્ગ તરીકે છે. આ રૂટથી ગુફા સુધી પહોંચવા ત્રણ દિવસ લાગે છે. અમરનાથ યાત્રા માર્ગ ઉપર કાફલા સાથે સુરક્ષા જવાનો પણ છે.

(12:00 am IST)