Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

દિલ્હીના વહીવટી બોસ કોણ ?: સીએમ કે એલજી :કાલે સુપ્રીમ કોર્ટ કરશે નિર્ણય

 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ કાલે બુધવારે નક્કી કરશે કે દિલ્હીના વહીવટી બોસ કોણ છે? દિલ્હી-કેન્દ્ર અધિકાર વિવાદ પર આવતીકાલે કોર્ટના 5 જજોની બંધારણિય પીઠનો નિર્ણય આવશે. તેનાથી નક્કી થઈ જશે કે દિલ્હીનું કામકાજ ચલાવવામાં રાજ્ય સરકાર અને એલજીની શું ભૂમિકા છે? મામલામાં બંધારણિય પીઠે ગત વર્ષે 6 ડિસેમ્બરે સુનાવણી પુરી કરી હતી

  અત્રે ઉલ્લેખનીય છે કે 4 ઓગસ્ટ 2016ના દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, દિલ્હી એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અહીં કેન્દ્રના પ્રતિનિધિ ઉપરાજ્યપાલની મંજૂરીથી નિર્ણય લઈ શકાય છે. નિર્ણયને દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો

  15 દિવસ સુધી ચાલેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પ્રથમ નજરમાં ઉપરાજ્યપાલ દિલ્હીના પ્રમુખ જોવા મળે છે. પરંતુ રોજબરોજના કામમાં તેમની દખલગીરીથી મુશ્કેલી આવી શકે છે. દિલ્હીના લોકોના હિતમાં રાજ્ય સરકાર અને એલજીએ મળીને કામ કરવું જોઈએ.

(12:00 am IST)