Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

મુંબઈમાં ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈ ફ્લાઇટનું શેડ્યુલ ખોરવાયું :છ ફ્લાઇટ મોડી ;પંચને ડાયવર્ટ કરાઈ

મુંબઇમાં ભારે વરસાદ અને ખરાબ વાતાવરણના કારણે અમદાવાદ એરપોર્ટ પાંચ ફલાઇટો ડાયવર્ટ થતા એર ટ્રાફિક જોવા મળ્યો હતો. જેમાં ચાર ડોમેસ્ટિક અને એક ઇન્ટરનેશનલ ફલાઇટનો સમાવેશ થાય છે. બીજીતરફ અમદાવાદ- મુંબઇ માટે રવાના થતી 6 ડોમેસ્ટિક ફલાઇટોના શેડ્યૂલ સવારથી ખોરવાયા હતા, જેના કારણે અનેક મુસાફરો અટવાયા હતા. આમ દિવસ દરમિયાન એરપોર્ટ પર મુસાફરોના ભારે ઘસારાથી અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો.

  મુંબઇમાં બે દિવસથી પડી રહેલા વરસાદની અસર ફલાઇટોના શેડ્યૂલ પર પડી હતી. મુંબઇમાં લો વિઝિબિલીટી થતા એટીસીએ ફલાઇટને ટેકઓફ-લેન્ડીંગ માટે મંજૂરી મળી હતી. આજે પણ દિવસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી મુંબઇ માટે રવાના થતી ફલાઇટને ક્લીયરન્સ મળ્યુ હતુ. જેના કારણે ફલાઇટો 45 મિનિટ થી ચાર કલાક સુધી લેટ પડી હતી.

(12:00 am IST)