Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

ઓડિશા ટ્રેન દુર્ઘટનાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો :નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરવા માંગણી

PILમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલ્વેમાં તાત્કાલિક અસરથી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમના અમલીકરણ માટે ગાઈડલાઈન જારી કરવાની પણ માંગ કરી

ઓડિશા ટ્રેન દુર્ઘટનાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ કેસની તપાસ અંગે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવે. PILમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલ્વેમાં તાત્કાલિક અસરથી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ ( જેને કવચ સુરક્ષા સિસ્ટમ તરીકે કહેવાય છે) ના અમલીકરણ માટે ગાઈડલાઈન જારી કરવાની પણ માંગ કરી છે.

આ જાહેર હિતની અરજી વિશાલ તિવારી નામના વકીલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમાં બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વ હેઠળની સમિતિ દ્વારા કરાવવાની માગ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે 1000થી વધુ લોકો ઘવાયા હતા.

 

(7:41 pm IST)