Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

કોરોના વાયરસની રસી કેટલા દિવસમાં કામ કરવાનું શરૂ કરે છે?

રસીનો બીજો ડોઝ રોગપ્રતિકારક તંત્રને વધુ ઝડપથી સક્રિય કરે છેઃ રસીના ૨ ડોઝ લીધા પછી વૃદ્ઘ લોકોમાં સુરક્ષા કવચ યુવાઓ સમાન : કોરોનાની રસીનો બીજો ડોઝ લીધાના અઠવાડિયા પછી શરીરમાં એન્ટિ બોડીનું સ્તર ૧૦ ગણુ વધી જાય છે જે કોરોનાના સંક્રમણની સામે વધુ મજબૂત છે

મેલબર્ન, (ઓસ્ટ્રેલિયા), તા.૪: એક સંશોધકે કોરોના વાયરસની વેકિસનના પ્રથમ ડોઝ સંબંધિત એન્ટિબોડી પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો તો એવું સામે આવ્યું કે શરીરના રોગપ્રતિકારક તંત્રને એન્ટિ બોડી બનવાની શરૂ થવામાં ઓછામાં ઓછા ૧૦ દિવસ લાગે છે. ટી કોશિકાઓ જે એકપ્રકારે શ્વેત રકત કોશિકાઓ હોય છે, જે આપણા રોગપ્રતિકારક તંત્રમાં મહત્વપૂર્ણ છે. તેમાં પણ રસી પર પ્રતિક્રિયા શરૂ કરવામાં ઓછામાં ઓછો એક અઠવાડિયાનો સમય લાગે છે. જયારે રસીનો બીજો ડોઝ રોગપ્રતિકારક તંત્રને વધુ ઝડપથી સક્રિય કરે છે.

કોરોનાની રસીનો બીજો ડોઝ લીધાના અઠવાડિયા પછી શરીરમાં એન્ટિ બોડીનું સ્તર ૧૦ ગણુ વધી જાય છે જે કોરોનાના સંક્રમણની સામે વધુ મજબૂત અને લાંબા સમય સુધી ચાલે તેવું રક્ષણ આપે છે. એટલે કે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ તમારા રોગપ્રતિકારક તંત્રની શકિતની પ્રતિક્રિયા બનાવી રાખે છે અને બીજો ડોઝ પણ જરૂરી છે કારણકે રોગપ્રતિકારક તંત્ર વધુ મજબૂત થાય તે જરૂરી છે જે લાંબા સમય સુધી ચાલી શકે.

કોરોના વાયરસની આ મહામારીમાં બીજો એક એવો પણ પડકાર છે કે કોરોનાની આ રસી વાયરસના અત્યારના સ્ટ્રેન (વાયરસનો અત્યારનો પ્રકાર) પર આધારિત છે. પણ, હજુ દુનિયાના કેટલાંક દેશોમાં કોરોના વાયરસના તમામ પ્રકાર જોવા મળી રહ્યા છે. કારણકે કોરોનાના કેટલાંક પ્રકારો પર રસીની અસર થોડી ઓછી થાય છે! ખાસ કરીને રસીનો માત્ર એક ડોઝ લીધા પછી. તે વાત પર પણ ધ્યાન આપવું જરૂરી છે કે ફાઈઝર અથવા એસ્ટ્રાજેનેકાની રસીના એક ડોઝની રોગપ્રતિકારક તંત્રની પ્રતિક્રિયા ઉંમરની સાથે દ્યટી જાય છે. જયારે ફાઈઝર અને એસ્ટ્રેજેનેકાના સંયુકત વિશ્લેષણમાં એવું પણ જાણવા મળ્યું છે કે વૃદ્ઘ લોકોમાં કોરોનાની રસીના એક ડોઝ પછી યુવાનોની સરખામણીમાં સુરક્ષાદર ઓછો હતો પણ રસીના ૨ ડોઝ લીધા પછી વૃદ્ઘ લોકોમાં સુરક્ષા કવચ યુવાઓ સમાન હતું. પરંતુ, આ રિસર્ચની હજુ સુધી સમીક્ષા કરવામાં આવી નથી પણ એવું જાણવા મળે છે કે વૃદ્ઘો માટે સમયસર કોરોનાની રસીના બંને ડોઝ મળે તે જરૂરી છે ત્યારે જ તેઓને રસીકરણનો પૂરો લાભ મળી શકશે.

(10:31 am IST)