Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

કોરોના મહામારી વચ્ચે ફાર્મા નિકાસમાં જબરો ઉછાળો:ભારતની દવાઓની વિશ્વમાં માંગ વધી

માઇન્સમાં ગયેલું ફાર્મા એક્સ્પોર્ટ એક જ મહિનામાં રિકવર થયું

નવી દિલ્હી : કોરોનાની મહામારી વચ્ચે દેશના ફાર્મા સેકટરમાં ગ્રોથ જીવ મળ્યો છે. ભારતના ફાર્મા એક્સ્પોર્ટમાં ઉછાળો આવ્યો છે. એપ્રિલ 2019 કરતા 2020માં સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. એપ્રિલ 2019માં ફાર્મા એક્સપોર્ટ 1526 મિલીયન ડોલર હતું જે આ વર્ષે વધી ને 1536 મિલિયન ડોલર થયું છે. એટલે કે 10 મિલિયન ડોલરનો ગ્રોથ થયો છે.

  માર્ચ 2020માં 2019ની સરખામણીએ માઇન્સ 23 ટકા હતું. જેનો એક જ મહિનામાં 10 મિલિયન ડોલરનો ગ્રોથ થયો છે. કોરોનાના કારણે વિશ્વમાં ભારતની દવાઓની માંગ વધી છે. હાઈડ્રોકલોરોક્વીન, પેરાશિટામોલ, એજીથરોમાઈસીન, જેવી ભારતની દવાઓની વિશ્વમાં માંગ વધી છે. જેથી માઇન્સમાં ગયેલું ફાર્મા એક્સ્પોર્ટ એક જ મહિનામાં રિકવર થયું છે

(10:29 pm IST)
  • જેતપુર અને ગોંડલ વચ્ચેના 30 કી,મી,ના પટ્ટામાં ધોધમાર વરસાદ ચાલુ : આ લખાઈ છે ત્યારે રાત્રે 11-30 વાગ્યે જેતપુર અને ગોંડલ પંથકમાં છેલ્લી અડધો કલાકથી જોરદાર વરસાદ ચાલુ : સંખ્યાબંધ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયાનું જાણવા મળે છે access_time 11:36 pm IST

  • ભારતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો : એક જ દિવસમાં સૌથી વધુ 9566 કેસ નોંધાયા : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 2, 16,769 કેસ નોંધાયા : 1,06, 599 એક્ટિવ કેસ : 1,04,071 દર્દીઓ રિકવર થયા :વધુ 259 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 6088 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2560 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 74,860 થઇ : તામિલનાડુમાં નવા 1286 કેસ :દિલ્હીમાં 1513 નવા કેસ નોંધાયા access_time 1:13 am IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના નંદાણા ગામે કોરોના પોઝિટિવ કેસ : અમદાવાદના વેજલપુરથી આવેલ યુવાનનો રિપોર્ટ પોઝિટિવ : ખાનગી વહિકલમાં આવેલ અન્ય બે વ્યક્તિઓ પરત ફરી ગયા હતા :ગામમાં કોરોના કેસ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ access_time 9:59 pm IST