Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

કેળાની ચોરી બદલ બે સગીરને ટોળાએ ફટકાર્યા

કાયદો હાથમાં લેવાની વરવી ઘટના

વૈશાલી, તા. : વૈશાલીમાં બુધવારે મોડી રાત્રે બે સગીર છોકરાઓ મોબ લિંચિંગનો ભોગ બનતાં બચી ગયા હતા. ઘટના પાટેરી બેલસર પોલીસ સ્ટેશનના અફઝલપુર ગામની છે. અહીંના કેટલાક ગ્રામજનોના જણાવ્યા મુજબ મોડી રાત્રે સ્થાનિક રહીશ વિપિન પટેલના ખેતરમાં કેળાની ચોરી થયાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ ગામ લોકોએ ભેગા થઈને મુઝફ્ફરપુરથી બે છોકરાઓને પકડી લીધા હતા. ત્યારબાદ ટોળાએ કાયદો પોતાના હાથમાં લીધો અને બે સગીરને ઇલેક્ટ્રિક થાંભલાથી બાંધીને મારવા માંડ્યા. પરંતુ દરમિયાન કોઈએ પોલીસને સમાચાર આપ્યા. એક કલાકની મારપીટનો ભોગ બનેલા સગીર બાળકોને પોલીસે ઘટના સ્થળે બચાવી લીધા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, પકડાયેલા બંને સગીરનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. ગરીબ લોકો પાકેલા કેળા ખાવાની લાલચે ખેતરમાં ઘૂસી ગયા હતા. જોકે, વિસ્તારમાં ચોરીની ઘટનાઓને પગલે ગ્રામજનો આજે તેમને પાક ચોર માને છે.

(9:47 pm IST)