Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

દેશમાં કોરોનાનો રિકવરીનો દર ૪૮ ટકાએ પહોંચી ગયો

૨૪ કલાકમાં સૌથી વધુ ૯૩૦૪ કેસ, ૨૬૦નાં મોત : મહામારીના ૨૧૬૯૧૯ કેસ, ૬૦૭૫નાં મોત, એક્ટિવ કેસ ૧૦૬૭૩૭ થયા : મહારાષ્ટ્રમાં ૨૫૮૭નાં મોત થયા

નવી દિલ્હી, તા. : ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૪૮ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૦૪ લોકો સ્વસ્થ્ય થયા છે. સાથે આંકડો વધીને ૧૦૪૧૦૭ સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં ભારતમાં એક દિવસમાં જેટલા કેસ નહોતા નોંધાયા તેના કરતાં કંઈક અધિક કેસો ગુરુવારે નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૩૦૪ નવા કેસ નોંધાયા છેદેશમાં બે મહિના કરતા પણ વધારે સમયથી લોકડાઉન લાગુ હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો બે લાખને ઓળંગી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરૂવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૨૧૬૯૧૯ સુધી પહોંચી ગયા છે.

         જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સાથે કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૬૦૭૫ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ગુરૂવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૧૦૬૭૩૭ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૭૪૮૬૦ કેસ નોંધાયા છે જ્યારે ૨૫૮૭ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૨૫૮૭૨ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૨૦૮ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૨૩૬૪૫ કેસ નોંધાયા છે જ્યારે ૬૦૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૧૮૧૧૭ લોકો સંક્રમણમાં આવ્યા છે ૧૧૨૨ લોકોના મોત થયા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૬૪૩૦૮૦૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૩૮૫૯૩૪ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૨૮૦૫૦૧૮ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે.

           સમગ્ર દુનિયામાં અત્યારે ૩૨૩૯૮૪૮ કેસ એક્ટિવ છે. ભારત દેશમાં સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં સાતમાં ક્રમાંક પર પહોંચી ગયો છે. જ્યારે સ્વસ્થ્ય થયેલા દર્દીઓની યાદીમાં ભારત અમેરિકા, બ્રાઝીલ, રશિયા, જર્મની, ઈટાલી, સ્પેન, ઈરાન, તુર્કી બાદ નવમાં ક્રમ પર છે.

(9:43 pm IST)