Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

રૂપિયા 14,000 કરોડનું વિરાટકાય "આત્મનિર્ભર ગુજરાત પેકેજ" જાહેર કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી : કોવિડ-૧૯ મહામારીથી ઉદભવેલ પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિમાં રાજયના અર્થતંત્રને પુન: વેગવંતુ કરવા માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત

200 યુનિટ વીજળીનો વપરાશ કરતા ગ્રાહકોને બિલમાં 100 યુનિટનું બિલ માફ : વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી : લક્ઝરી બસો, ટેક્સી, કમર્શિયલ વાહનો વગેરેને 6 મહિનાનો રોડ ટેક્સ સંપૂર્ણ માફ : 4 ટકાના દરે રૂ.2.50 લાખ સુધીની લોન અપાશે: ખેડૂતોને અનાજ સંગ્રહ માટે 35 હજાર અને આદિવાસીઓને મકાન બાંધવા 35 હજારની સહાય મળશે : વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે લો ટ્રાન્સમિશન વીજ કનેકશન ધરાવતા ગ્રાહકો ને વીજ બિલમાં મે-૨૦૨૦નો ફિક્સ્ડન ચાર્જ માફી : નાની દુકાનો કરીયાણા , કાપડ, રેડીમેઇડ કપડા , મેડીકલ સ્ટોર , હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, વગેરે ને જુન, જુલાઇ અને ઓગષ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર ૨૦ ટકાથી ઘટાડી ૧૫ ટકા : રાજ્યના 24 લાખ ખેડૂતોને શૂન્ય ટકા દરે કૃષિધિરાણ આપવા જાહેરાત : CM રાહત ફંડમાંથી 8 મનપાને કોવિડ–19ના સંદર્ભે 100 કરોડની ફાળવણી કરાઈ

ગાંધીનગર : આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત માટે રૂપિયા 14,000 કરોડનું વિરાટકાય "આત્મનિર્ભર ગુજરાત પેકેજ" જાહેર કર્યું છે. કોરોના કાળમાં લોકોને આર્થિક માર ઓછો પડે એ માટે 200 યુનિટ વીજળીનો વપરાશ કરતા ગ્રાહકોને બિલમાં 100 યુનિટનું બિલ માફ કરાયું છે જ્યારે કમર્શિયલ વીજ કનેક્શન ધરાવતા 33 લાખ ગ્રાહકોનો સર્વિસ ચાર્જ માફ કરવામાં આવ્યો છે.

પ્રોપર્ટી ટેક્સમાં વાણિજ્ય એકમોને સપ્ટેમ્બર સુધી 20%ની રાહત, 31 જુલાઈ સુધી ટેક્સ ભરનારને વધુ 10% ડિસ્કાઉન્ટની ઘોષણા થઈ છે. લક્ઝરી બસો, ટેક્સી, કમર્શિયલ વાહનો વગેરેને 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીનો 6 મહિનાનો રોડ ટેક્સ માફ કરાયો છે.

ઉદ્યોગોને રાહત આપવા GIDCને 460 કરોડ ફાળવવામાં આવ્યા છે જ્યારે ઉદ્યોગકારોને 768 કરોડની પેન્ડિંગ સબસિડી એક મહિનામાં ચૂકવી દેવાશે. સૌથી વધુ રોજગાર આપતા બાંધકામ ક્ષેત્રને વેગ આપવા દોઢ લાખ એફોર્ડબલ ઘર બનાવવા સરકાર એક હજાર કરોડ આપશે. ટેકસટાઇલ ઉદ્યોગને 450 કરોડની સહાય અપાશે, GSTના 1200 કરોડના પડતર રિફંડ એક મહિનામાં જ ચૂકવી આપવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી છે.

ખેડૂતોને અનાજ સંગ્રહ માટે ખેતરમાં ગોડાઉન બનાવવા 35 હજાર મળશે જ્યારે આદિવાસી શ્રમિકોને પોતાનાં વતનમાં પાક્કું ઘર બાંધવા 35 હજારની સહાય મળશે. એક લાખની બદલે હવે અઢી લાખ સુધીની લોન વેપારીઓને મળી શકશે, જેનાં માટે વ્યાજદર વાર્ષિક 4% રહેશે. મહિલા ઉત્કર્ષ માટે સખી મંડળોને વ્યાજ વગરની લૉન મળશે, લારી-ફેરિયાઓને છત્રી અપાશે. તેમજ માછીમારો, MSME વગેરે માટે પણ અનેક યોજનાઓ તેમણે જાહેર કરી છે.

વીજ રાહતમાં 92 લાખ વીજ ગ્રાહકોને રૂ.650 કરોડની રાહત અપાઈ છે છ મહિના રોડ ટેક્સ માફમાં  63000 વાહનનો 6 મહિનાનો રોડ ટેક્સ સંપૂર્ણ માફ કર્યો છે. ઉદ્યોગો માટે રૂ.768 કરોડની રાહત આપી છે ,ટેક્સટાઈલ ઉદ્યોગોને રૂ.450 કરોડની કેપિટલ સબસિડીજાહેર કરી છે.  મેગા ઈન્ડસ્ટ્રીઝને રૂ.150 કરોડની કેપિટલ સબસિડીજાહેર કરવા સાથે 1200 કરોડનું GST રિફંડ જુલાઈ સુધીમાં ચૂકવાશેતેવી જાહેરાત કરી છે.

રાજ્યની GIDC માટે રૂ.450 કરોડ ફાળવાયા છે  એફોર્ડેબલ હાઉસિંગમાં રૂ.1000 કરોડની સબસિડી જાહેર કરી છે  રાજ્યના 24 લાખ ખેડૂતોને શૂન્ય ટકા દરે કૃષિધિરાણ આપવા જાહેરાત કરી છે જેમાં રૂ.410 કરોડ સબસિડી રાજ્ય સરકાર ચૂકવશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને ગાયદીઠ રૂ.900 અને  માછીમારોને સાધન ખરીદી માટે રૂ.200 કરોડ સબસિડી જાહેર કરી છે. ઈન્ટરેસ્ટ  સબસિડી માટે રૂ.300 કરોડ ફાળવાશે.

રાજ્યમાં 20 નવા ધન્વંતરિ રથ, રૂ.25 કરોડની ફાળવણીકરી છે, તેમજ CM રાહત ફંડમાંથી 8 મનપાને 100 કરોડની ફાળવણી કરાઈ છે.  કોવિડ – 19ના સંદર્ભે રૂ.100 કરોડની ફાળવણી કરવા સાથે રાજ્યના ST વિભાગને રૂ.120 કરોડની ફાળવણી કરી છે.

(10:06 pm IST)
  • જામનગરની દિગ્જામ મીલ શરૃ થશેઃ મળતા નિર્દેશો સેંકડો કર્મચારીઓ સાથે મીલ ફરી ધમધમતી થશે access_time 4:16 pm IST

  • કોંગ્રેસના વધુ ૩ ધારાસભ્યો ખળશે ? : કોંગી ધારાસભ્યો કાંતી પરમાર (થસારા), જીતુ ચૌધરી (કપારડા) સહિત અનિલ જોશીપરા (ભીલોડા) રાજીનામા આપી ધરી તેવી પુરેપુરી શકયતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાધાણી બપોરે ૧ વાગે પ્રેસ કોન્ફરન્સ કરી સત્તાવાર જાહેરાત કરશે. access_time 11:20 am IST

  • રાજકોટમાં બપોરબાદ કાળાડીબાંગ વાદળો ઘેરાયાઃ જોરદાર પવન સાથે વાદળછાયુ વાતાવરણ access_time 3:24 pm IST