Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ભારતના સનદી અધિકારી રાજીવ ટોપનોને વર્લ્ડ બેંકમાં સ્થાન : પ્રાઈમ મિનિસ્ટર ઓફિસમાં પ્રાઇવેટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અધિકારી વર્લ્ડ બેંકમાં સીનીઅર એડવાઈઝર તરીકે ફરજ બજાવશે

ન્યુદિલ્હી :ભારતની પ્રાઈમ મિનિસ્ટર ઓફિસમાં પ્રાઇવેટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા રાજીવ ટોપનોને વર્લ્ડ બેંકમાં સ્થાન મળ્યું છે. તેઓને  ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ હેઠળ વોશિંગ્ટન DC અમેરિકામાં વર્લ્ડ બેન્કના એક્સિક્યુટીવ ડિરેક્ટરના સિનીયર એડવાઇઝર બનાવવામાં આવ્યા છે. આ પદ જોઈન્ટ સેક્રેટરી લેવલનું છે. તેઓને આ પદ માટે ત્રણ વર્ષ માટે એપોઇન્ટ કરવામાં આવ્યા છે.
રાજીવ ટોપનો 1996 બેચના IAS અધિકારી છે અને હાલ PMOમાં વડાપ્રધાનના પ્રાઈવેટ સેક્રેટરી છે. મનમોહનસિંહ જયારે વડાપ્રધાન હતા તે સમયથી તેઓ પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ સાથે સંકળાયેલા છે.

(6:32 pm IST)