Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

કોરોનામાં કપરોકાળઃ ૮૨ ટકાએ કહ્યું ખિસ્સામાં પૈસા નથીઃઆવશે ભયાનક મંદી

નવી દિલ્હી, તા.૪: ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ ઇન્ડિયાલેન્ડ્સ દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં ખુલાસો થયો છે કે, કોરોના વાયરસની મહામારીથી પગારદાર અને પ્રોફેશનલ વ્યકિતઓની નાણાકીય સ્થિતિ પર ગંભીર અસર થઈ છે. સર્વેમાં ૮૨ ટકા ઉત્ત્।રદાતાઓએ જણાવ્યું છે કે, તેઓ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સંદ્યર્ષ કરી રહ્યાં છે. રાષ્ટ્રીય સ્તરે થયેલા સર્વેમાં આશરે ૫૦૦૦ ઉત્તરદાતાઓએ ચકિત થઈ જવાય એવા કોઈ જવાબો આપ્યાં નથીઃ ૯૪ ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓ આગામી થોડાં મહિના તેમના ખર્ચને લઈને વધારે સાવચેત રહેશે; ૮૪ ટકાએ જણાવ્યું હતું કે, તેમણે ખર્ચ પર કાપ મૂકયો હતો; અને ૯૦ ટકાએ તેમની બચત અને નાણાકીય ભવિષ્ય વિશે ચિંતા વ્યકત કરી હતી.

નોંધપાત્ર બાબત એ છે કે, સર્વેમાં એવો ખુલાસો પણ થયો હતો કે, ઉત્તરદાતાઓને હાલની કટોકટીમાંથી બહાર આવવા લોન લેવાનું ટાળશે નહીં - આશરે ૭૨ ટકાએ જણાવ્યું હતું કે, તેઓ નજીકના ભવિષ્યમાં ઋણની પુનઃચુકવણી, આવશ્યકતાઓ અને તબીબી ખર્ચા, શિક્ષણની ફી તથા દ્યરમાં રિપેરિંગ અને રિનોવેશન જેવા પ્રાથમિકતા ધરાવતા ખર્ચને પૂર્ણ કરવા પર્સનલ લોન લેવાનું પસંદ કરશે. ઇન્ડિયાલેન્ડ્સના આંકડા મુજબ, એના ૭૧ ટકા ગ્રાહકો હાલ લોન ધરાવતા હતા, જેમાંથી ૪૫ ટકાએ ઋણની પુનઃચુકવણી કરવાની અક્ષમતાનાં કારણે મોરેટોરિયમ માટે અરજી કરી છે.

ઇન્ડિયાલેન્ડ્સના સ્થાપક અને સીઇઓ ગૌરવ ચોપરાએ કહ્યું હતું કે, 'રોગચાળોએ  આપણી કામગીરી કરવાની રીત બદલી નાંખી છે, આપણી શારીરિક, માનસિક, લાગણીજન્ય અને નાણાકીય સુખાકારીને અસર કરી છે. પગારદાર વ્યકિતઓ અને ખાસ કરીને વ્યાવસાયિકો રોજગારી ગુમાવવાના અને પગારમાં કાપનાં સંભવિત ભારણનો સામનો કરી રહ્યાં છે. તેમની આવક અને બચત પર અસર થવાથી રિટેલ લોન માટેની માગમાં વધારો થયો છે.

જયારે ધિરાણની તંગી છે અને અસ્કાયમતો સરળતાથી સુલભ નથી, ત્યારે વ્યકિતઓ માટે તેમના ધિરાણના વિકલ્પો ચકાસવા મહત્ત્વપૂર્ણ બની જાય છે. જેમ કે પર્સનલ લોન કે લાઇન ઓફ ક્રેડિટ અને એ મુજબ આગામી અઠવાડિયાઓ અને મહિનાઓ માટે યોજના બનાવે છે. ઋણધારકોની મુશ્કેલીઓ દૂર કરવા અમે અરજી પ્રક્રિયાને સરળ અને સુવિધાજનક બનાવી રહ્યાં છીએ, તથા ટચ-લેસ અને કોન્ટેકટ-લેસ સિસ્ટમ દ્વારા લોનનું ઝડપથી વિતરણ થાય એવી સુનિશ્યિતતા કરી રહ્યાં છીએ.લૃ ઇન્ડિયાલેન્ડ્સના સર્વે મુજબ, આર્થિક અનિશ્યિતતા અને વ્યકિતગત ધિરાણની સ્થિતિએ રોકાણ પર પણ અસર કરી છે. ૭૬ ટકા ઉત્ત્।રદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓ અત્યારે નવું રોકાણ કરવાનો વિચાર કરવાની પોઝિશનમાં નથી. ૪૦ ટકા ઉત્ત્।રદાતાઓએ કહ્યું હતું કે, તેઓ આવશ્યક ચીજવસ્તુઓ માટે ખર્ચ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે, ત્યારે ૭૦ ટકાએ જણાવ્યું હતું કે, તેઓ કોવિડ પછીના સમયગાળામાં મનોરંજન, લકઝરી અને જીવનશૈલી સહિત બિનજરૂરી ચીજવસ્તુઓ પર ઓછો ખર્ચ કરશે.

(4:09 pm IST)