Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

અન્ય રાજ્યોમાંથી પાછા ફરેલા ૫.૩૭ લાખ મજૂરો યુપીમાં કામ કરવા માંગતા નથી

પરિસ્થિતિ નોર્મલ થાય એટલે ફરી જુના શહેરોમાં જ કામ કરવા જવું છે

લખનૌ તા. ૪ : મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના આદેશથી બીજા રાજ્યોમાંથી પાછા ફરેલ મજૂરોના સ્કીલ મેપીંગનું કામ શરૂ કરાયું છે. અત્યાર સુધીમાં ૨૩.૫૮ લાખથી વધારે મજૂરોનું રજીસ્ટ્રેશન કરીને મેપીંગ થઇ ચૂકયું છે. તેમાં સૌથી વધારે ૧૬.૬૭ લાખ અકુશળ મજૂરો છે, જે રોજીરોટી છોડીને ઘરે પાછા આવ્યા છે. આ ઉપરાંત ૨.૨૬ લાખ બાંધકામ મજૂરો છે.

જોકે આશ્ચર્યજનક વાત તો એ છે કે અન્ય રાજ્યોમાંથી પાછા આવેલ ૫.૩૭ લાખ મજૂરોને યુપીમાં રોજગાર નથી જોઇતો. માનવામાં આવે છે કે આ બધા મજૂરો, કોરોના મહામારીનું આટલું મોટું સંકટ વેઠયા પછી પણ, પરિસ્થિતિ નોર્મલ થાય એટલે પોતાના જૂના શહેર જઇને ત્યાં કામ કરવાનું કહી રહ્યા છે.

તો જે ૧૮.૧૯ લાખ લોકોએ રોજગારની માગણી કરી છે, સરકાર તેમના માટે ટુંક સમયમાં સગવડ કરવાની તૈયારી કરી રહી છે. આના માટે મુખ્ય પ્રધાને અધિકારીઓને યોગ્ય દિશા-નિર્દેશો પણ આપ્યા છે. સરકાર મજૂરોનું સ્કીલ મેપીંગ અલગ અલગ ૯૪ વર્ગોમાં કરાવી રહી છે. તેમાં ૯૨ કારીગરી સાથે મજૂરોની માહિતી નોંધવામાં આવે છે.

(3:32 pm IST)