Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

પહેલાં હાથ ધૂઓ પછી બેસો રિક્ષામાં

કોચી,તા.૪ : કોરોના વાઇરસ સામે લડવા આખા દેશમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની મથામણ ચાલી રહી છે અને વારંવાર સાબુથી હાથ ધોઈને પણ વાઇરસને દૂર રાખવાનો સંદેશ સતત અપાઈ રહ્યો છે. આવામાં કેરળના એક રિક્ષા- ડ્રાઇવરનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે પોતે જ નહીં પણ પોતાની રિક્ષામાં બેસતા પ્રવાસીઓને પણ કોરોનાને દૂર રાખવા માટેના નિયમોનું પાલન કરવા પ્રેરી રહ્યો છે. ટિકટોક પર વાઈરલ થયેલા આ વિડિયોમાં રિક્ષા-ડ્રાઇવરે તેની ઓટોમાં હાથ ધોવા માટે સાબુ અને પાણીની વ્યવસ્થા કરી છે અને ઉતારૂને રિક્ષામાં બેસતાં પહેલાં હાથ ધોવા વીનવે છે.

ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ ટ્વિટર પર વિડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે હાથ ધોવા અને સેનિટાઇઝ કરવાની સુવિધા ધરાવતી ઓટો. ઓટો-ડ્રાઇવરની આ પહેલને તેમણે કોરોના ઇન્વેન્શન તરીકે ગણાવી છે.

ટ્વિટર પર શેર કર્યાના થોડા જ કલાકોમાં આ વિડિયોને ૩૦,૫૦૦ વ્યુઝ મળ્યા છે તથા અનેક લોકોએ રિક્ષાવાળાની આપહેલને બિરદાવી છે.

(3:29 pm IST)