Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

કાયદો અને લોકો વચ્ચે સુમેળ જરૂરી : અમેરિકામાં પોલીસ દમન વિરુદ્ધ પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા મેદાનમાં

વોશિંગટન : અમેરિકામાં આફ્રિકન અમેરિકન અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડનું 25 મે ના રોજ પોલીસ દમનથી અવસાન થતાં સરકાર વિરુદ્ધ તોફાનો ફાટી નીકળ્યા છે.જે 10 દિવસ પછી પણ ચાલુ છે.તેવા સંજોગોમાં પૂર્વ પ્રેસિડન્ટ આફ્રિકન અમેરિકન બરાક ઓબામાએ પણ હવે સરકાર વિરુદ્ધ બાંયો ચડાવી હોવાનું જાણવા મળે છે.

વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિઓથી નારાજ ઓબામાએ તાજેતરમાં જણાવ્યું હતું કે કાયદો અને લોકો વચ્ચે સુમેળ જરૂરી છે.જે તમામની સુરક્ષા માટે છે.
ઉલ્લેખનીય છે કે ઓબામાએ નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને સમર્થન ઘોષિત કર્યું છે.

(2:04 pm IST)