Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

દિલ્હીમાં સ્પાઇસ જેટના પાયલોટને 5 બાઇકસવાર 10 લૂંટારૃઓએ લૂંટી લીધો: છરીથી હુમલો કરી ફરાર

બદમાશોએ કારનો કાચ તોડી બંદૂક પર પાયલોટ પાસેથી પૈસા છીનવી લીધા

દિલ્હી એરપોર્ટ જઇ રહેલા સ્પાઇસ જેટનાં પાયલોટને ગનપોઇન્ટ પર લૂંટારૂઓએ લૂંટી લીધા હતા અને છરીથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટના દિલ્હીનાં આઈઆઈટી ફ્લાયઓવર નજીક બની હતી, જ્યાં આશરે 10 બાઇક સવારોએ પાયલોટને લૂંટી લીધો હતો અને તેને ઈજા પહોંચાડી હતી અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

એએઆઈનાં જણાવ્યા અનુસાર બુધવારે રાત્રીનાં 1 વાગ્યે, દિલ્હી એરપોર્ટ જઇ રહેલા સ્પાઇસ જેટ પાયલોટને આઈઆઈટી ફ્લાયઓવર નજીક ગન પોઇન્ટ પર લૂંટી લેવામાં આવ્યા હતા. પાયલોટ પર તે સમયે હુમલો થયો જ્યારે તે ફરીદાબાદમાં તેના ઘરેથી ઓફિસની કેબમાં દિલ્હી એરપોર્ટ જઈ રહ્યો હતો. 5 બાઇક પર સવાર 10 લૂંટારૂઓએ આઈઆઈટી ફ્લાયઓવર નજીક તેમનો રસ્તો અવરોધિત કર્યો હતો. બદમાશોએ કારનો કાચ તોડી બંદૂક પર પાયલોટ પાસેથી પૈસા છીનવી લીધા હતા. પાયલોટ પાસે આશરે 34,000 રૂપિયા હતા, જે બદમાશોએ તેની પાસેથી છીનવી લીધા હતા. લૂટારુંઓએ પાયલોટ પર છરી વડે હુમલો કર્યો હતો અને તેને લોહીલુહાણ કર્યો હતો અને ફ્લાયઓવર પર છોડી ભાગી ગયા હતા.

(1:48 pm IST)