Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

લદ્દાખમાં તણાવ વચ્ચે ઉતરાખંડમાં પણ સેના સતર્ક : માર્ગ-પુલ નિર્માણના કાર્યમાં ઝડપ વધારી

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં હાલના દિવસોમાં તણાવ ચાલી રહ્યો છે. ગત્ત એક મહિનાથી બંન્ને દેશની સેનાઓ અહીં સામ સામે છે. આ મુદ્દે વાતચીતનો ઉકેલ લાવવા અંગે કામ ચાલી રહ્યું છે. જો કે ચીનનો સામનો કરવા માટે ભારતીય સેના પુર્ણ રીતે સમર્થ છે. માત્ર લદ્દાખ સીમા જ નહી પરંતુ ઉતરાખંડની સીમા નજીક પણ ભારતે પોતાની ચોકસાઇમાં વધારો કર્યો છે. આ સાથે જ માર્ગ નિર્માણ અને પુલ નિર્માણનાં કામોની ઝડપ પણ વધારી દીધી છે.

   ભારતીય સેના ઉતરાખંડમાં પણ ચીન સીમા પર સતત નજર રાખી રહી છે. 1962 માં ઉતરાખંડની નેલાંગ ઘાટીમાં ચીન અને ભારત વચ્ચે યુદ્ધ થયું હતું. અહીં 8000 ફીટની ઉંચાઇ પર ભારત-ચીન સરહદના અંતિમ ગામમાં જ 1962નું યુદ્ધ થયું હતું. અહીં નેલાંગ ખીણમાં ભારત-ચીન સીમા પર આવેલ અંતિમ ગામમાં યુદ્ધનાં નિશાન આજે પણ છે. આ વખતે પણ ખતરો છે કે ચીન પોતાની બે હવાઇ પટ્ટીઓ પર ફાઇટર પ્લેન તહેનાત કરી લીધા છે, જો કે ભારતે પણ પોતાની તૈયારી પુર્ણ કરી લીધી છે.

(1:36 pm IST)
  • રાજકોટ - ગોંડલ વચ્ચે શાપર પછીના ભરૂડીના ટોલનાકે અંધાધૂંધ વરસાદ પડી રહ્યો છે access_time 4:28 pm IST

  • જેતપુર અને ગોંડલ વચ્ચેના 30 કી,મી,ના પટ્ટામાં ધોધમાર વરસાદ ચાલુ : આ લખાઈ છે ત્યારે રાત્રે 11-30 વાગ્યે જેતપુર અને ગોંડલ પંથકમાં છેલ્લી અડધો કલાકથી જોરદાર વરસાદ ચાલુ : સંખ્યાબંધ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયાનું જાણવા મળે છે access_time 11:36 pm IST

  • મોડીરાત્રે દિલ્હી -એનસીઆરમાં ભૂકંપનો આંચકો : રાત્રે 10-42 કલાકે દિલ્હી-એનસીઆરમાં રિક્ટર સ્કેલ પર 3,2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો : લોકોમાં ફફડાટ access_time 11:23 pm IST