Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

' જસ્ટિસ ફોર જ્યોર્જ ફ્લોયડ ' : ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટીફ્નીએ અશ્વેતને થયેલા અન્યાય વિરુદ્ધ ટવીટરના માધ્યમથી અવાજ ઉઠાવ્યો

વોશિંગટન : અમેરિકામાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડની પોલીસ હિરાસત દરમિયાન થયેલી હત્યા વિરુદ્ધ અમેરિકા ઉપરાંત અન્ય દેશોમાં પણ દેખાવો થઇ રહ્યા છે.અમેરિકામાં તો દેખવો હિંસક બનતા કર્ફ્યુ લાદવાની અને સૈન્ય તહેનાત કરવાની ફરજ પડી છે.આ સંજોગોમાં દેશમાં રંગભેદની નીતિ વિરુદ્ધ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રેમ્પ વિરુદ્ધ દેખાવો સાથે ઉહાપોહ થઇ રહ્યો છે.તે દરમિયાન ખુદ ટ્રમ્પની નાની પુત્રો ટીફ્નીએ પણ ટવીટરના માધ્યમથી જસ્ટિસ ફોર જ્યોર્જ ફ્લોયડ તેવું લખી  તેણે હેલન કેલરની વાતનો ઉલ્લેખ કરતા લખ્યું કે, આપણે વિખરાયેલા કે અંગત સ્તરે લડીશું કદાચ જ કંઈક હાંસલ કરી શકીશું, પરંતુ મોટી સફળતા ત્યારે જ મળશે જ્યારે આપણે એકજૂટ થઈને લડીશું.

 

(12:44 pm IST)