Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

વડાપ્રધાન નરેન્દ્રભાઇની સુરક્ષા જમીનની જેમ હવામાં પણ અભેદ

હવામાં ઉડતા કિલ્લા જેવું વિમાન : એકીકૃત મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી સજ્જ : ૨૭ વર્ષે જૂના વિમાનનું સ્થાન લેશે સુપરજેટઃ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિનું સુપરજેટ એર ઇન્ડિયા વન અમેરિકામાં બનીને તૈયાર : આ મહિને ભારતને સોંપણી

વોશિંગ્ટન તા. ૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા જમીનની જેમ હવે હવામાં પણ અભેદ બનીને રહી જશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટેનુંઙ્ગ સુપરજેટ એર ઇન્ડિયા વન અમેરિકામાં બનીને તૈયાર થઇ ગયું છે. એવું મનાઇ રહ્યું છે કે આ મહિને જ વિમાન ભારતને સોંપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સુપરજેટમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા જ તમામ સુરક્ષા ઉપાયો ઉપલબ્ધ રહેશે. આ વિમાન એક રીતે હવામાં ઉડતા કિલ્લા જેવું છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના ઉપયોગ માટે એર ઇન્ડિયાએ બે તદ્દન નવા બોઇંગ ૭૭૭-૩૦૦ ખરીદ કર્યા હતા. તે વિમાનમાં સુરક્ષાના હેતુસર મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતે દેશી એરફોર્સ વન માટે અમેરિકા સાથે ૧૩૦૦ કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. તે સોદા હેઠળ બે સેલ્ફ પ્રોટેકશન સ્યુટ ખરીદ કરવામાં આવ્યા છે. તે સ્યુટને એર ઇન્ડિયા વન વિમાનોમાં બેસાડવામાં આવી રહ્યાઙ્ગ છે. કહેવાય છે કે બે પૈકી એક વિમાન બનીને તૈયાર થઇ ચુકયું છે.

એર ઇન્ડિયા વનની તસવીરો સોસિયલઙ્ગ મીડિયા પર જોરદાર રીતે શેર થઇ રહી છે. આ વિમાન એકીકૃત મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી સજ્જ છે. તેમાં લાગેલા સેન્સર મિસાઇલ હુમલાની આગોતરી માહિતી આપે છે. તે પછી ડિફેન્સિવ ઇોકટ્રોનિક વોરફેર સિસ્ટમ પણ એકિટવ થઇ જશે. તે ડિફેન્સ સિસ્ટમમાં ઇન્ફ્રા રેડ સિસ્ટમ, ડિજિટલ રેડિયો ફ્રીકવન્સી જામર પણ લાગેલા હશે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પના પ્લેનમાં ઉપલબ્ધ સુરક્ષા સુવિધા બરોબર જ આ સુવિધા છે. જોકે ટ્રમ્પનું વિમાન એર ઇન્ડિયા વનને મુકાબલે વધુ આધુનિક છે.

૨૬ વર્ષથી પીએમની સેવામાં રહેલા એર ઇન્ડિયા વનનું સ્થાન લેવા બોઇંગ-૭૭૭ વિમાન આ મહિને ભારત આવી શકે છે. અમેરિકામાં હાલમાં નવા બોઇંગમાં સુરક્ષાને અનુરૂપ ફેરફાર કરવાની કામગીરી ચાલી રહી છે. અમેરિકાના ડલાસ સ્ટેટ ખાતે આવેલા ફોર્ટ વર્થ ખાતે વિમાનમાં એડવાન્સ સુરક્ષા ફીચર્સ સામેલ કરવાની કામગીરી ચાલી રહી છે.

(10:28 am IST)