Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

7મી જૂને કેરળ પહોંચશે ચોમાસું, ઓરિસ્સામાં અલર્ટ જાહેર

ચોમાસાના વાદળો અરબ સાગરના દક્ષિણ છેડા તરફ પહોંચ્યા : બંગાળની ખાડીમાં ચોમાસાના કાળા વાદળો છવાયાં

નવી દિલ્હીઃ દેશભરમાં હાલ ગરમીએ તાંડવ મચાવ્યો છે,ત્યારે ભારતીય હવામાન ખાતાએ રાહતના સમાચા આપ્યા છે. ભારતીય હવાાન ખાતા મુજબ આગામી 96 કલાકમાં કેરળમાં ચોમાસું દસ્તક આપે તેવી સંભાવના છે. ભુવનેશ્વર હવામાન વિભાગના ડિરેક્ટર એચઆર બિસ્વાસે કહ્યું કે 7 જૂને મૉનસૂન કેરળ પહોંચી જશે.

  વધુમાં તેમણે કહ્યું કે આગલા 24 કલાકમાં ઉત્તર અને દક્ષિણ ઓરિસ્સામાં ઠંડી હવાઓને લઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરના ક્ષેત્રીય હવામાન વિભાગે કહ્યું કે રાજ્યના 15 જિલ્લામાં આજે વરસાદ પણ થઈ શકે છે. જે 15 જિલ્લાઓની વાત કરવામાં આવી રહી છે જેમાં મલકાનગિરી, કોરાપુટ, રાયગડા, કાલાહાંડી, ગજાપટી, ગંજમ, નુઆપડા, સુનપુર, બારગઢ, બૌધ, નયાગઢ, અંગુલ, ઝારસાગુડા અને ઢેંકનાલ.નો સમાવેશ થાય છે 

 

ભારતીય હવામાન મુજબ ચોમાસાના વાદળો અરબ સાગરના દક્ષિણ છેડા તરફ પહોંચી ચૂક્યાં છે અને માલદીવ-કોમોરિન ક્ષેત્ર સહિત બંગાળની ખાડીમાં ચોમાસાના કાળા વાદળો છવાયાં છે. અગાઉ હવામાન વિભાગે અનુમાન જાહેર કર્યું હતું કે આ વર્ષે દેશના મુખ્ય દક્ષિણ-પશ્ચિમ મોનસૂન 1 જૂન આસપાસ સામાન્ય આગમનથી 6 દિવસ મોડું દસ્તક આપશે.

(9:08 pm IST)