Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

માતા-પિતા બનનારા તમામ કર્મચારીઓને Zomato આપશે 26 સપ્તાહની રજા : સાથે રૂપિયા પણ અપાશે

પોલિસી પુરુષ, સ્ત્રી ઉપરાંત દત્તક લેનારા અને સરોગેસીથી માતા-પિતા બનનારાઓ માટે પણ લાગુ

નવી દિલ્હી : ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો પોતાના એવા કર્મચારીઓને 26 સપ્તાહની રજા આપશે, જે ભવિષ્યમાં માતા-પિતા બનવાના છે. તેનો ફાયદો એવા કર્મચારીઓને પણ મળશે જે ગત 6 મહિનામાં માતા-પિતા બન્યા છે.

  આવા કર્મચારીઓને કંપની પોતાના તરફથી એક હજાર ડોલર (અંદાજિત 69, 262 રૂપિયા)ની રકમ પણ આપશે. કંપનીના સંસ્થાપક અને સીઈઓ દીપેન્દ્ર ગોયલે આ જાહેરાત એક બ્લોગ પોસ્ટ દ્વારા કરી છે. ઝોમેટો વિશ્વના 13 દેશોમાં કાર્યરત છે.

    કંપનીની આ નવી નીતિનો ફાયદો એવા કર્મચારીઓને પણ મળશે, જે સરોગેસી, દત્તક લેનારા અથવા તો સમલૈંગિક જોડાઓને બાળકના વાલી બને છે. ગોયલે કહ્યું છે કે જે દેશોમાં સરકારે તેને લઈને કોઈ પોલિસી બનાવી છે અને તેઓ વધુ રજા આપી રહ્યા છે તો પછી તેને લાગુ કરવામાં આવશે

(1:33 pm IST)