Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

પશ્ચિમ બંગાળના હુગલીમાં ટીએમસી-ભાજપ કાર્યકરો વચ્ચે હિંસા બાદ બોમ્બ ધડાકો : છ રાઉન્ડ ફાયરિંગઃ ભારેલો અગ્નિ

સમગ્ર વિસ્તારમાં પોલીસનો મોટો કાફલો અને આરએએફ તૈનાત

કોલકતા, તા.૪: પશ્ચિમ બંગાળમાં એકપછી એક હિંસાના અહેવાલો મળે છે ઉતરી ૨૪ પરગણા બાદ હવે હુગલીમાં ટીએમસી અને ભાજપ કાર્યકરો વચ્ચે હિંસા થઇ છે આ વિસ્તારમાં છ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ છે બૉમ્બ ધડાકા બાદ હિંસાનો માહોલ બન્યો છે જેના પગલે મોટા પાયે પોલીસનો કાફલો અને આરએએફ તૈનાત કરાયા છે.

(11:24 am IST)