Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

મોડીસાંજે મુંબઈ-મલબારહીલ વિસ્તારમાં ભારે વરસાદ :રસ્તાઓમાં ચોતરફ પાણી ભરાયા

મુંબઇઃ દેશમાં નૈઋત્યનાં ચોમાસાનું વહેલું આગમન થયા બાદ મહારાષ્ટ્રમાં મુંબઈ અને મલબારહિલ વિસ્તારમાં મોડી સાંજે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાનાં કારણે રોડ પર ચારે બાજુ પાણી ભરાઈ ગયાં હતાં મોડી સાંજે ખરીદી કરવા નીકળેલા તેમજ ઓફિસથી છૂટેલાં લોકો પણ ભારે ભીંજાઈ ગયાં હતાં. તેમજ કેટલાંક લોકોએ વરસાદમાં ભીંજાવાનો અનેરો લ્હાવો લીધો હતો.

  મુંબઇનાં હિંદુમાતા વિસ્તારનાં માર્ગો પર ભારે વરસાદ થતાં ચારે બાજુ પાણી પાણી થઇ ગયું અને રસ્તામાં વાહન વ્યવહારને પણ તેની માઠી અસર પડી છે. વરસાદનાં કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો તો ક્યાંક અનેક બાઈક ચાલકો પણ ફસાયાં હતાં.

  ભારે પવન સાથે મહારાષ્ટ્રનાં તેહેનમાં અનેક વૃક્ષોને ઉખાડી ફેંકાયાં. ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગ (આઇએમડી), મુંબઇએ એક ચેતવણી આપતા રજૂ કરતા કહ્યું કે, ભારે વિજળી સાથે તેજ તોફાનની સાથે-સાથે ભારે આંધી સાથે હજી પણ આગામી કલાકો દરમ્યાન ઠાણેમાં થવાની સંભાવના છે.

(10:27 pm IST)