Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

હવે સોપિયન ખાતે ગ્રેનેડ હુમલામાં ૧૬ ઇજાગ્રસ્ત

ઘાયલોમાં ચાર પોલીસ જવાન

નવીદિલ્હી, તા.૪: જમ્મુ કાશ્મીરના સોપિયન જિલ્લામાં ગ્રેનેડ હુમલામાં ચાર પોલીસ જવાન સહિત ૧૬ લોકો ઘાયલ થયા છે. આતંકવાદીઓએ બાટાપોરા ચોક ખાતે ફરજ બજાવતી પોલીસ પાર્ટી ઉપર બોંબ ઝીંક્યો હતો. આ ગ્રેનેડ ટાર્ગેટ ચુકીની માર્ગની બાજુએ પડ્યો હતો જેમાં ૧૨ નાગરિકો અને ચારલોકો ઘાયલ થયા હતા. જો કે, આ બનાવના કારણે દહેશતફેલાઈ ગઈ હતી. ઘાયલો પૈકી એક કિશોરીને ગંભીર ઇજા થઇ છે. ઘાયલ થયેલા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

(10:17 pm IST)