Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ઇન્‍ડિયન અમેરિકન શ્રી શમ્‍મી રાણાને ‘‘USA માર્શલ આર્ટસ હોલ ઓફ ફેઇમ એવોર્ડ''

લોસ એન્‍જલસઃ યુ.એસ.માં પબ્‍લીક રિલેશન ઓફિસર તથા માર્શલ આર્ટસ ઓર્ગેનાઇઝેશનના પ્રમોટર ઇન્‍ડિયન અમેરિકન શ્રી શમ્‍મી રાણાને ‘‘UAE માર્શલ આર્ટસ હોલ ઓફ ફેઇમ એવોર્ડ'' અપાયો છે.

લોસ એન્‍જલસમાં યોજાયેલા એવોર્ડ વિતરણ સમારંભમાં શ્રી રાણાને આ  એવોર્ડ આપી બહુમાન કરાયુ હતુ જે તેમની સ્‍પોર્ટસ ક્ષેત્રની સિધ્‍ધીઓ માટે અપાયો હતો. જે માટે તેઓ છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત રહ્યા છે. પંજાબના વતની શ્રી રાણા ઇન્‍ટરનેશનલ એશોશિએશન ઓફ ટ્રેડીશ્‍નલ રેસ્‍ટલીંગ સ્‍પોર્ટસના વાઇસ પ્રેસિડન્‍ટ છે તેમણે વતન પંજાબમાં કોરીઅન માર્શલ આર્ટસ પણ પ્રમોટ કરી છે.

(9:34 pm IST)