Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

‘‘વર્લ્‍ડ ઓફ સેવન બિલીઅન'': અમેરિકામાં યોજાયેલી વીડિયો સ્‍પર્ધામાં ૩ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસ વિજેતાઃ ૬ થી ૧૨ ગ્રેડમાં અભ્‍યાસ કરતા ૪૮ દેશોના પાંચ હજાર સ્‍ટુડન્‍ટસમાંથી વિજેતા જાહેર થયેલા ૧૮ સ્‍ટુડન્‍ટસમાં સ્‍થાન મેળવ્‍યું

વોશીંગ્‍ટનઃ યુ.એસ.માં ૮મે ૨૦૧૮ના રોજ યોજાયેલી ઇન્‍ટરનેશનલ ‘‘વર્લ્‍ડ ઓફ સેવન બિલીઅન'' વીડિયો સ્‍પર્ધામાં અમેરિકામાંથી વિજેતા બનેલા ૧૮ બાળકોમાં ૩ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસએ સ્‍થાન મેળવ્‍યું છે.

૬ થી ૧૨ ગ્રેડમાં અભ્‍યાસ કરતા ૫૦ દેશોના તથા યુ.એસ.ના ૪૪ સ્‍ટેટના પાંચ હજાર સ્‍ટુડન્‍ટસમાંથી વિજેતા બનેલા ૧૮ સ્‍ટુડન્‍ટસમાં સ્‍થાન મેળવનાર ૩ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસમાં આયુષ ઐયર,રામ્‍યા ઐયર, તથા અર્જુન અગરવાલનો સમાવેશ થાય છે.

લેન્‍કેસ્‍ટર પેન્‍સિલ્‍વેનિઆની મિડલ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતો આયુષ ફીડીંગ ટેન બિલીઅને કેટેગરીમાં વિજેતા બન્‍યો છે. જયારે ઓમાહા સ્‍થિત રામ્‍યા ઐયર એડવાન્‍સીંગ વીમેન એન્‍ડ ગર્લ્‍સ કેટેગરીમાં વિજેતા બની છે. તથા ન્‍યુજર્સી સ્‍થિત અર્જુન અગરવાલએ હાઇસ્‍કૂલ લેવલની ફીડીંગ ટેન બિલીયન કેટેગરીમાં પ્રથમ વિજેતા તરીકે સ્‍થાન હાંસલ કર્યુ છે.

(9:32 pm IST)
  • પેટ્રોલમાં કીટરે 14 પૈસા અને ડીઝલમાં 12 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 77,18 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 74,08 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા ચાર દિવસથી થતા ઘટાડામાં આ સૌથી વધુ ઘટાડો છે access_time 2:18 am IST

  • રાજકોટ ડાંગર કોલેજમાં બોગસ ડિગ્રીનો મામલો :જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુ મહેતાની એસઓજીએ પૂછપરછ કરી :જિલ્લા ભાજપ કાર્યાલયથી ભાજપના અગ્રણી નેતાની અટકાયત :ડાંગર કોલેજના ટ્રસ્ટના પ્રમુખ છે ભાનુ મહેતા access_time 12:40 am IST

  • મુંબઇના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ, નું સંગઠન જમાત-ઉદ-દાવા 25 જુલાઈથી પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં અલ્લાહ-હૂ-અકબર તેહરીક દ્વારા લડશે. આ ગ્રૂપે મિલી મુસ્લિમ લીગ (એમએમએલ) ની એક રાજકીય પાર્ટી તરીકે સભ્યપદ મેળવ્યું નથી, આવી સંસ્થાના એક વરિષ્ઠ સભ્યએ આ માહિતી આપી હતી. access_time 2:47 am IST