Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

કાબુલમાં મૌલવીઓની સભા પાસે આત્મઘાતી વિસ્ફોટ :14 લોકોના મોત

સભામાંથી બહાર નીકળતા હતા ત્યારે વિસ્ફોટ :હજુ સુધી હુમલાની કોઈ સંગઠને જવાબદારી લીધી નથી

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મૌલવીઓની સભા પાસે આત્મઘાતી વિસ્ફોટ થયો હતો સ્થાનિક અહેવાલ મુજબ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 14 લોકો માર્યા ગયા છે સંખ્યામાં વધારો થવાની આશંકા છે
 કાબુલ પોલીસ પ્રવક્તા હશ્મત સ્તાનિકજઈએ જણાવ્યું કે, આત્મઘાતી હુમલો ત્યારે થયો છે જ્યારે મહેમાન સભા ગૃહમાંથી બહાર નીકળી રહ્યા હતા સભા સવારે અગિયાર કલાકની આસપાસ શરૂ થઈ હતી. જો કે હજી સુધી કોઈ પણ સંગઠન દ્વારા તેની જવાબદારી લેવામાં આવી નથી

  તેમણે કહ્યું કે, કેટલાક લોકોના મોત થઈ છે જ્યારે કેટલાંક લોકો ઇજાગ્રસ્ત થયા છે. હજી કેટલાં લોકો અહીં હાજર હતા તેના અંગે માહિતી મળી નથી. હુમલો સભાગૃહની બહાર થયો છે. તેમજ એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું છે કે તે આત્મઘાતી હુમલો હતો.

  અફઘાન ઉલેમા કાઉન્સિલે સોમવારે હુમલા પહેલા કાબુલમાં આશરે 2000 કાઉન્સિલ સભ્યોના એક સભામાં ફતવો જાહેર કરવામાં આવ્યો હતો. કાઉન્સિલમાં મૌલવી, વિદ્ધાન અને ધર્મ અને કાયદા નિષ્ણાતોના લોકોએ ભાગ લીધો હતો. કાઉન્સિલે અફઘાન સરકારની સેના અને તાલિબાન તથા અન્ય આતંકવાદીઓ સાથે લડાઈ રોકવા માટે યુદ્ધ વિરામ માટે સહમતિ બનાવવા માટે અપીલ કરી હતી. પહેલી વખત પ્રકારની અપીલ કરવામાં આવી હતી.

(7:51 pm IST)