Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ત્રણ વર્ષમાં મારુતિ સુઝુકી પહેલી ઈ-કાર વેગનઆર કરશે લોન્ચ

ટોયોટાની સાથે પાર્ટનરશીપના અંતર્ગત ઈ કાર તૈયાર કરવા મારુતિ સુઝુકીની યોજના

નવી દિલ્હી : દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકી આગામી ત્રણ વર્ષમાં પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી શકે છે, કંપનીની પહેલી ઈલેક્ટ્રોનિક કાર વેગનઆર  ટોયોટાની સાથે પાર્ટનરશીપના અંતર્ગત તૈયાર કરવાની યોજના છે.

મારુતિ સુઝુકી એ ઈલેક્ટ્રિક કાર્સના ભવિષ્યને જોતા આ નિર્ણય લીધો છે. તે પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર્સને ભારતમાં આવનારા બે વર્ષમાં લોન્ચ કરી રહી છે. અત્યારે મારુતિ ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી મોડલ્સ વેચે છે.

  કંપની નવી ઈલેક્ટ્રિક વેગનઆર સુઝુકી કારને ગુજરાત સ્થિત પ્લાન્ટમાં તૈયાર કરવાનું વિચારી રહી છે, જો કે, અત્યારે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને લઈ કોઈ કન્ફર્મેશન મળ્યુ નથી એવામાં આ કાર ગુરુગ્રામ પ્લાન્ટમાં પણ બનાવી એવી ધારણા બાંધવામાં આવી શકે છે

 .ભારતમાં અત્યારે વેગનઆરને ગુરુગ્રામ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે 1999માં પહેલી વખત લોન્ચ થયેલી આ કારનો જાદુ હજી સુધી ભારતીયો પર બરકરાર છે. મારુતિએ તેના 20 લાખથી વધારે યૂનિટ્સ વેચ્યા છે. આ મેન્યુઅલ અને ઓટોગેર શિફ્ટ, બંન્ને વર્ઝનમાં અવેલેબલ છે.

(7:33 pm IST)