Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

રોહિંગ્યા વિરૂધ્ધ રાજ્યોને કડક પગલા લેવા આદેશ

ગૃહ મંત્રાલયે દરેક રાજ્ય સરકારને પત્ર લખી મ્યાનમારથી આવેલા રોહિંગ્યાઓને ગેરકાયદેસર રીતે રાજ્યમાં પ્રવેશ કરવા પર રોક લગાવવાનું જણાવ્યું

નવી દિલ્હી તા. ૪ : કેન્દ્ર સરકાર રોહિંગ્યાઓ વિરુધ્ધ રાજયોને કડક પગલા લેવા આદેશ કર્યો છે. ગૃહ મંત્રાલયે દરેક રાજય સરકારને પત્ર લખી મ્યાનમારથી આવેલા રોહિંગ્યાઓને ગેરકાયદેસર રીતે રાજયમાં પ્રવેશ કરવા પર રોક લગાવવાનું જણાવ્યું છે.

ગૃહમંત્રાલયના સંયુકત સચિવે જમ્મુ-કાશ્મીર સહિત દરેક રાજયોને પત્ર લખી જણાવ્યું છે કે આ મામલે સમીક્ષા કરવામાં આવે અને ઘૂસણખોરીને રોકવા માટે આવશ્યક પગલા ભરવામાં આવે. આ સાથે રાજયોને તાકિદ કરવામાં આવી છે આ મામલે જલદી રીપોર્ટ સોંપવામાં આવે.

કેન્દ્ર સરકારે ગેરકાયદેસર રીતે દેશમાં રહેતા રોહિંગ્યાને લઇને ભારે ચિંતા વ્યકત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં ઘણી મોટી સંખ્યામાં રોહિંગ્યા રહે છે. ગૃહ મંત્રાલયે પોતાના પત્રમાં કહ્યું છે કે દેશમાં રહેતા રોહિંગ્યા લોકોની સુરક્ષાને લઇને એક મોટો પડકાર છે. ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં રોહિંગ્યાઓ લોકો વધારે સામેલ હોવાની વાત ઘણા સમયથી સામે આવી રહી છે.

આ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા કોર્ટમાં કરાયેલ અરજીમાં કહેવામાં આવ્યું હતુ કે રોહિંગ્યા દેશની સુરક્ષા માટે ખતરો છે એટલા માટે તેઓનું ભારતમાં રહેવુ ઠીક નથી. કેન્દ્ર સરકારે કોર્ટમાં એમ પણ કહ્યું કે આ મામલો કાર્યપાલિકાનો છે અને તેમાં ઉચ્ચ કોર્ટ હસ્તક્ષેપ ના કરે. સરકારનો આરોપ છે કે રોહિંગ્યા મુસલમાનો નેપાળ અને બાંગ્લાદેશના રસ્તેથી ભારતમાં ઘૂસણખોરી કરી છે અને સુરક્ષાને નજરમાં રાખી તેઓને પરત મોકલવા જોઇએ.(૨૧.૧૦)

(11:37 am IST)