Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

દવાઓની કિંમત ઉપર નવા અંકુશની ટૂંકમાં જ જાહેરાત

કિંમતો નક્કી કરવાની પ્રક્રિયામાં ધરખમ ફેરફાર : સામાન્ય લોકોને રાહત મળી શકે છેઃ ફાર્મા ઇન્ડસ્ટ્રી દ્વારા દવાની કિંમતોને હોલસેલ પ્રાઇઝ સાથે જોડવાનો વિરોધ

નવીદિલ્હી,તા. ૩ : આ મહિનાના અંત સુધી દેશમાં દવાની કિંમતો નક્કી કરવાની પ્રક્રિયામાં ધરખમ ફેરફાર કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. આ મહિનામાં દવાની કિંમતો ઉપર નવા નિયંત્રણો માટેની જાહેરાત મોદી સરકારકરી શકે છે. આ ફેરફાર માટે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા એક પ્રસ્તાવમાં એક નવા પ્રાઇઝ ઇન્ડેક્સને રજૂ કરવાની વાતનો સમાવેશ થાય છે. આ પ્રાઇઝ ઇન્ડેક્સ ફાર્મા પ્રોડક્ટ્સ માટે રહેશે જે દેશમાં વેચાનાર તમામ દવાઓની કિંમત નિર્ધારણ માટે બેંચમાર્ક બની શકશે. આમા એવી દવાઓ પણ સામેલ છે જે હાલમાં ડ્રગ પ્રાઇઝ કન્ટ્રોલ ઓર્ડરમાં આવતી નથી. અલબત્ત હજુ પણ સરકાર જનહિતની તમામ દવાઓની કિંમતોને અસ્પષ્ટરીતે અંકુશમાં રાખે છે. ૮૫૦ જરૂરી દવાઓની કિંમતો ઉપર સરકારનું નિયંત્રણ છે. દવાઓની કિંમતના અંકુશ માટેની બાબત નેશનલ ફાર્મા પ્રાઇઝિંગ ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવે છે. નેશનલ ફાર્મા પ્રાઇઝિંગ ઓથોરિટી આ દવાઓને કિંમતોને હોલસેલ ઇન્ડેક્સના આધાર પર વાર્ષિક આધારથી આગળ વધારે છે. કંપનીઓને અન્ય દવાઓની કિંમત વધારવાનો અધિકાર છે પરંતુ આ વધારો વાર્ષિક ૧૦ ટકાથી વધુ હોવો જોઇએ નહીં. કિંમતો નક્કી કરવાના નવા સૂચિત પ્રસ્તાવમાં સરકારે તમામ દવાઓની કિંમતોને નવા ફાર્મા ઇન્ડેક્સથી લિંક કરવાની યોજના ધરાવે છે. સુત્રોના કહેવા મુજબ દવા નિર્માતાઓને આ ઇન્ડેક્સ મુજબ જ વાર્ષિકરીતે કિંમતોને સુધારા કરવાની મંજુરી રહેશે. પ્રસ્તાવ અંતિમ તબક્કામાં છે. જૂનમાં ફાર્મા ડિપાર્ટમેન્ટ આ સંદર્ભમાં જાહેરનામુ જાહેર કરી શકે છે. સૂચિત ઇન્ડેક્સથી માત્ર હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સના આધાર પર કિંમત નક્કી કરવામાં ફેરફાર થશે. આ ઉપરાંત નોન શેડ્યુઅલ દવાઓની કિંમત પણ આ રીતે જ નક્કી કરી શકાશે. આ પ્રસ્તાવ નીતિ આયોગની દરખાસ્તોના એક હિસ્સા તરીકે છે. જે હેઠળ ડ્રગ પ્રાઇઝ કન્ટ્રોલ ઓર્ડર ૨૦૧૩માં ફરેફાર કરવાની વાત કરવામાં આવી છે. એક વખતે આને અમલી કરી દેવામાં આવ્યા બાદ આ નવી વ્યવસ્થા તમામ દવાઓની કિંમતોને નક્કી કરશે. વર્તમાન મેકેનિઝમ મુજબ એક લાખ કરોડ રૂપિયાના સ્થાનિક ફાર્મા માર્કેટમાંથી માત્ર ૧૭ ટકા જ સીધીરીતે સરકારી પ્રાઇઝ કન્ટ્રોલ હેઠળ છે.

વોલ્યુમની દ્રષ્ટિએ જોવામાં આવે તો સરકાર વેચાનારી તમામ દવાઓમાંથી માત્ર ૨૪ ટકા દવાઓની કિંમતો ઉપર જ અંકુશ ધરાવે છે. એકબાજુ ફાર્મા ઇન્ડસ્ટ્રી દવાઓની કિંમતોને હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ સાથે જોડવાનો વિરોધ કરી રહી છે. બીજી બાજુસરકાર આ નવો પ્રસ્તાવલાવવાની તૈયારીમાં છે જેથી સંકેત મળી રહ્યા છે કે, સરકારને આ નવા પ્રસ્તાવને લઇને પણ વિરોધનો સામનો કરવો પડશે.

(12:00 am IST)