Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

દેશમાં કોરોનાના નવા 3,62 લાખથી વધુ કેસ : રેકોર્ડબ્રેક 3,18 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા :34,83 લાખથી વધુ એક્ટીવ કેસ : વધુ 3445 લોકોના મોત :કુલ મૃત્યુઆંક 2,25 લાખને પાર

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 51,880 નવા કેસ, કર્ણાટકમાં 44,631 કેસ, કેરળમાં 37,190 કેસ , ઉત્તર પ્રદેશમાં 25,770 કેસ, તામિલનાડુમાં 21,228 કેસ, આંધ્રપ્રદેશમાં 20,034 કેસ, રાજસ્થાનમાં 16,974 કેસ, પશ્ચિમ બંગાળમાં 17,639 કેસ, છત્તીસગઢમાં 15,785 કેસ, ગુજરાતમાં 13,050 કેસ,બિહારમાં 14,794 કેસ, હરિયાણામાં 15,786 કેસ, મધ્યપ્રદેશમાં 12,236 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 3,62,649 નવા કેસ નોંધાયા છે 

 સાથે છેલ્લા 24 કલાકમાં 3445 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.25,831 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 3,62,649 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,06,38,281 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 34,83,997એ પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 3,18,760 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  1.69,19,612 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 51,880 નવા કેસ નોંધાયા છે જયારે કર્ણાટકમાં 44,631 કેસ, કેરળમાં 37,190 કેસ , ઉત્તર પ્રદેશમાં 25,770 કેસ, તામિલનાડુમાં 21,228 કેસ, આંધ્રપ્રદેશમાં 20,034 કેસ, રાજસ્થાનમાં 16,974 કેસ, પશ્ચિમ બંગાળમાં 17,639 કેસ, છત્તીસગઢમાં 15,785 કેસ, ગુજરાતમાં 13,050 કેસ,બિહારમાં 14,794 કેસ, હરિયાણામાં 15,786 કેસ, મધ્યપ્રદેશમાં 12,236 કેસ નોંધાયા છે

 

(12:08 am IST)