Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

દિલ્હીમાં ઓટો-ટેક્સી ચાલકોને બે માસ પાંચ-પાંચ હજારની સહાયતા

લોકડાઉનની વચ્ચે દિલ્હી સરકારનો નિર્ણય : દિલ્હીના લગભગ દોઢ લાખ ઓટો-ટેક્સી ચાલકોને લાભ મળશે, ૭૨ લાખ રેશનકોર્ડ ધારકોને બે માસ મફત રાશન

નવી દિલ્હી, તા. : દિલ્હીમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે એલાન કર્યુ છે કે દિલ્હીમાં કુલ ૭૨ લાખ રેશનકાર્ડ ધારકો છે, તમામ લોકોને આગામી બે મહિના સુધી મફતમાં રાશન આપવામાં આવશે. કોરોના સંકટ અને ઘણા દિવસોથી લાગુ લોકડાઉન વચ્ચે દિલ્હી સરકારે નિર્ણય લીધો છે.

સિવાય અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં જેટલા પણ ઓટોચાલકો અને ટેક્સીચાલકો છે, તેમને બઘાને પાંચ પાંચ હજાર રુપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. જે અંતર્ગત દિલ્હીના લગભગ દોઢ લાખ ઓટો ચાલકો અને ટેક્સી ચાલકોને લાભ મળશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગયા અઠવાડિયે મજૂરોને પણ પ્રકારની મદદ આપવામાં આવી છે.

લોકડાઉનના કારણે ગરીબ લોકો માટે આર્થિક સંકટ ઉભુ થયું છે. ગયા અઠવાડિયે અમે મજૂરોનાખાતામાં હજારરુપિયાની રકમ નાંખી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે બે મહિના સુધી મફતમાં રાશન મળવાનો અર્થ નથી કે લોકડાઉન બે મહિના સુધી ચાલશે. અમે તો ઇચ્છીએ છીએ કે જેવી સ્થિતિ સુધરે કે તરત લોકડાઉન દૂર કરવામાં આવે.

સાથે તેમણે અપીલ કરી છે કે કોરોનાના કારણે દિલ્હી માટે ત્યારે મુશ્કેલ સમય છે, તેવામાં જે લોકો મદદ કરી શકે છએ, તેઓ લોકોની મદદ કરે. લોકોને ખાવાનું પહોંચાડવા, બેડ અથવા તો ઓક્સિજન અપાવવામાં મદદ કરો. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની બીજી લહેરથી દિલ્હીમાં પણ હાહાકાર મચ્યો છે. ખાસ કરીને દિલ્હીમાં ઓકેસ્જનની અછતના કારણે સ્થિતિ વધારે બગડી છે.

(7:25 pm IST)