Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

પ્રાણી સંગ્રહાલયોમાં વાયરસ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી

વન વિભાગ દ્વારા ખાસ નિરીક્ષણ : કર્મચારીઓના પણ ટેસ્ટ

નવી દિલ્હી,તા.૪ : સિંહ સહીત અન્ય જંગલી જાનવરમાં કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા ને ઘ્યાને રાખી ગુજરાતના સાસણ ગીર સફારી પાર્ક, દેવળિયા પાર્ક અને પક્ષીઘર ને પ્રવાસીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન મંત્રાલય તફથી આદેશ આપ્યા છે ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે, હૈદરાબાદમાં એક સિંહમાં વાઇરસજોવા મળતા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે, આ ઘટના બાદ કેન્દ્રિય મંત્રાલય દ્વારા અભ્યારણમાં કામ કરવા વાળા લોકોના કોરોના ટેસ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, ઘટનાને પગલે ગુજરાતના તમામ વન્યજીવ અભ્યારણ,રાષ્ટ્રીય પાર્ક ને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે, એશીયાઇ સિંહોનું એકમાત્ર નિવાસ સ્થળ એટલે ગીર નું જંગલ, જુનાગઢના ગીરજંગલમાં સતર્કતા રાખવામાં આવી રહું છે, સિંહો નું ઘ્યાન રાખવામાં આવી રહ્યું છે, સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, વનવિભાગ ના ફિલ્ડ સ્ટાફને સિંહના તમામ વિસ્તારનું નિરીક્ષણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે, તેના માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર રેપીડ એન્ટીજન ટેસ્ટની સાથો સાથ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે,

સિહોની સારવાર માટે સાસણ હોસ્પીટલને પણ રેગ્યુલર સેનેટાઇઝ કરવામાં આવી રહ્યી છે, તેમજ પક્ષીઘરના પીંજરા ને પણ સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે, સાસણ હોસ્પિટલ અને બીજા સારવાર માટેના કેન્દ્રોમાં આઇસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી કોરોના લક્ષણ દેખાતા જાનવરોને અહિયાં લાવવામાં આવે, સ્ટાફના કોવીડ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, વન વિભાગ પોતાના યુનિફોર્મ અને ગ્રેટર તીર વિસ્તારના સરપંચો પાસેથી કોઈ નબળા અથવા બીમાર જાનવર ની માહિતી મેળવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

સ્પેનમાં સિંહોની અંદર  જોવા મળ્યું સંક્રમણ

વિશ્વમાં સિંહોની અંદર કોરોના સંક્રમણ નો પેહેલો કિસ્સો ગયા વર્ષના ડિસેમ્બર માં સ્પેનના બાર્સિલોના માં આવેલ સ્પેનીશ ઝૂ માં આ ઘટના સામે આવી હતી, અહિયાં ૪ સિંહોમાં સંક્રમણ ફેલાયું હતું.

(3:39 pm IST)