Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

૨૦૨૮૨૮૩૩ : દેશમાં કોરોનાના કુલ કેસ ૨ કરોડથી ઉપર પહોંચ્યા

અમેરિકા પછી ભારત બીજો દેશ બન્યોઃ ૨૪ કલાકમાં ૩૫૭૨૨૯ કેસઃ ૩૪૪૯ના મોતઃ કુલ કેસનો આંકડો ૨૦૨૮૨૮૩૩ : દેશનો કુલ મૃત્યુઆંક ૨૨૨૪૦૮: એકટીવ કેસ ૩૪૪૭૧૩૩: સાજા થયેલા દર્દીઓ ૧૬૬૧૩૨૯૨: ૨૪ કલાકમાં ૩૨૦૨૮૯ ડીસ્ચાર્જઃ કોરોનાની બીજી લહેર ઘાતકઃ બે સપ્તાહમાં જ ૧૮૫ ટકા વધ્યા મોત

નવી દિલ્હી, તા. ૪ :. કોરોનાનો કહેર યથાવત રહ્યો છે પરંતુ તેની તિવ્રતા ઘટી રહી હોવાનું જણાય છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૫૭૨૨૯ નવા કેસ નોંધાયા છે અને ૩૪૪૦૯ લોકોના મોત થયા છે.

દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૨ કરોડને વટાવી ગયો છે. દેશમાં હવે કુલ કેસ ૨૦૨૮૨૮૩૩ થયા છે. માત્ર અમેરિકા જ હવે ભારત કરતા આગળ છે ત્યાં ૩.૩ કરોડ કેસ નોંધાયા છે. તે પછી બ્રાઝીલનો નંબર આવે છે ત્યાં ૧.૫ કરોડ કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૦૨૮૯ દર્દીઓ સાજા થયા છે. કોરોનાના એકટીવ કેસ ૩૫ લાખની નજીક પહોંચી ગયા છે.

દેશમાં અત્યાર સુધીમા ૧૬૬૧૩૨૯૨ દર્દીઓ સાજા થયા છે અને દેશમા કુલ મૃત્યુઆંક ૨૨૨૪૦૮ થયો છે.

ભારતમાં બીજી લહેર જીવલેણ બની છે. બે સપ્તાહમાં જ ૧૮૫ ટકા જેટલા મોત નોંધાયા છે. દેશમાં રોજ સરેરાશ ૩૪૧૭ મોત થઈ રહ્યા છે. જ્યારે ૪ સપ્તાહ પહેલા રોજ ૭૮૭ મોત થતા હતા.

(11:16 am IST)