Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

સેકસ દરમિયાન ખુદ પર યૂરિન કરનારી મહિલાઓને પસંદ કરતો હતો હિટલર : ભત્રીજી સાથે હતા સંબંધ

જર્મનીના શાસક રહેલા હિટલરની સેકસ લાઇફને લઇને એક ડોકયુમેન્ટ્રીમાં દાવો : હિટલર સીક્રેટ સેકસ લાઇફ ડોકયૂમેન્ટ્રીમાં દાવો કરવામાં આવ્યો છે કે તે નાઝી તાનાશાહ એવી મહિલાઓને પસંદ કરતો હતો જે તેની સાથે અશ્લીલ હરકતો કરતી હતી. એટલું જ નહીં હિટલરના તેની ભત્રીજી ગેલી રાઉબલ સાથે નજીકના સંબંધ હતા

લંડન,તા.૪: દુનિયાના સૌથી મોટા ક્રૂર તાનાશાહોમાં સામેલ જર્મનીના શાસક રહેલા એડોલ્ફ હિટલરની સેકસ લાઇફને લઈને એક ડોકયૂમેન્ટ્રીમાં મોટો દાવો કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હિટલર સેકસ દરમિયાન તેના પર યૂરિન કરનારી મહિલાઓને ખુબ પસંદ કરતો હતો. એટલું જ નહીં તેનો પોતાની ભત્રીજી સાથે પણ સંબંધ હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે હિટલરને પોર્નની લત હતી.

હિટલર સીક્રેટ સેકસ લાઇફ ડોકયૂમેન્ટ્રીમાં દાવો કરવામાં આવ્યો છે કે તે નાઝી તાનાશાહ એવી મહિલાઓને પસંદ કરતો હતો જે તેની સાથે અશ્લીલ હરકતો કરતી હતી. એટલું જ નહીં હિટલરના તેની ભત્રીજી ગેલી રાઉબલ સાથે નજીકના સંબંધ હતા. માનવામાં આવે છે કે આશરે છ વર્ષ સુધી હિટલર અને તેની ભત્રીજીનો સંબંધ ચાલ્યો. હિટલરના પૂર્વ સહયોગી ઓટ્ટો સ્ટ્રાસરે તે પણ દાવો કર્યો કે, જર્મન તાનાશાહ તેવી મહિલાઓને પસંદ કરતો હતો જે તેના પર યૂરિન કરતી હતી.

ઓટ્ટોએ દાવો કર્યો કે હિટલરે પોતાની ભત્રીજી ગેલીને આમ કરવા માટે બાધ્ય કરી હતી. ગેલી વર્ષ ૧૯૩૧માં હિટલરના મ્યૂનિખ સ્થિત એપાર્ટમેન્ટમાં મૃત મળી હતી. ગેલીની છાતીમાં ગોળી મારવામાં આવી હતી. હત્યા સમયે ગેલીની ઉંમર માત્ર ૨૩ વર્ષની હતી. તેમણે કહ્યું કે, હિટલર પોતાની ભત્રીજીને ખરાબ કામ કરવા માટે કહેતો હતો. ઓસ્ટ્રેલિયન ઈતિહાસકાર પ્રફોસર રાબર્ટ કપ્લાને કહ્યુ કે, હિટલર વ્યકિતત્વની ઉપર અશ્લીલ હરકતોનો ચાહક હતો.

અભિનેત્રી રેનાતા મુલેરે પણ તે ખુલાસો કર્યો હતો કે હિટલર અશ્લીલ હરકતો કરવાનું કહેતો હતો. રેનાતાની હિટલરની સાથે અશ્લીલ યૌન હરકતો કરતા મોત થયું હતું. મહત્વનું છે કે હિટલર દાવો કરતો હતો કે તે સેકસથી દૂર રહે છે અને વેશ્યાવૃતિનો વિરોધ કરે છે. તો ડોકયૂમેન્ટ્રી પ્રમાણે હકીકત તે હતી કે તે સેકસ વર્કર્સને પોતાના પ્રાઇવેટ શોમાં બોલાવતો હતો અને તેને પોર્નની લત હતી.

(10:50 am IST)
  • બંગાળ હિંસાઃ વડાપ્રધાને ખૂન-ખરાબા અંગે ચિંતા વ્યકત કરી : રાજ્યપાલ સાથે વાત કરી રીપોર્ટ માંગ્યોઃ મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યોઃ સીબીઆઈ તપાસની માંગણી access_time 4:07 pm IST

  • આઈપીએલના બાકીના મેચો મુંબઈમાં જ રમાશે? : સપ્તાહના અંતિમ આઈપીએલના બાકી રહી ગયેલા મેચો હવે મુંબઈ ખાતે જ રમાડવામાં આવે તેવી શકયતા કોરોનાની મહામારીના પગલે આ નિર્ણય લેવાય તેવી વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. access_time 10:39 am IST

  • સાંજે ૬ વાગ્યે : રાજકોટમાં ૪૧.૨ ડિગ્રી : તાપ અને બફારા વચ્ચે ૧૪ કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાઈ રહ્ના છે. હવામાન વિભાગ કહે છે હજુ ઍકાદ - બે દિવસ ૪૧ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે : બાદ ૧ થી ૨ ડિગ્રી વધવા સંભવ access_time 5:48 pm IST