Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

બંગાળનાં મહિલા ધારાસભ્યના પતિ મજૂર છેઃ મિલ્કતમાં ઝૂંપડી, ત્રણ ગાય, ત્રણ બકરી

ભાજપનાં મહિલા ઉમેદવારનાં વિજયની ચારેબાજુ ચર્ચા : સાલતારો બેઠક પરથી વિજેતા બનેલા ચંદના બાઉરી અંગે ભાજપના નેતા સુનિલ દેવધરે સોશિયલ મિડીયામાં જાણકારી આપી

નવી દિલ્હી,તા. ૪: પશ્ચિમ બંગાળમાં જંગી બહુમતી સાથે મમતા બેનરજીની સત્ત્।ા પર વાપસી થઈ છે. આમ છતા તમામ વિજયી ઉમેદવારોની વચ્ચે ભાજપની એક મહિલા ઉમેદવારની જીતની ચારે તરફ ચર્ચા છે.

આખા દેશનુ ધ્યાન આ ઉમેદવાર તરફ ખેંચાયુ છે. ભાજપના ચંદના બાઉરી નામના ઉમેદવારે સાલતોરા બેઠક પરથી જીત મેળવી છે. તે અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે. સંપત્ત્િ।ના નામ પર તેની પાસે માત્ર એક ઝુંપડી અને થોડા દ્યણા પૈસા છે. તેની પાસે અત્યાર સુધીની કમાણી ૩૧૦૦૦ રુપિયા છે.

ભાજપના નેતા સુનીલ દેવધરે ચંદના અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યુ હતુ કે, ચંદના અનુસૂચિત જાતિમાંથી આવે છે. એક મજૂરની પત્ની છે અને પ્રોપર્ટીના નામ પર ત્રણ ગાય, ત્રણ બકરીઓ છે. તે એક ઝૂપડામાં જ રહે છે.

ચૂંટણીનુ ફોર્મ ભરતી વખતે તેણે જાહેર કરેલી મિલકતમાં ૬૩૩૫ રુપિયા રોકડા છે. બધુ થઈને તેની પ્રોપર્ટી ૩૧૦૦૦ રુપિયા થવા જાય છે. તેના ઘરમાં ટોયલેટ પણ નથી. પાર્ટી માટે તે એટલી હદે સમપત છે કે પ્રચાર દરમિયાન પણ તે રોજ કમળની પ્રિન્ટવાળી ભગવા સાડી પહેરીને જ નિકળતી હતી.

ચંદનાના પતિ મજૂરી કરે છે અને રોજ કમાઈને રોજ ખાનારા છે. ભાજપે ચંદનાને ટિકિટ આપી હતી અને મતદારોએ તેને વિધાનસભામાં ચૂંટીને મોકલીને નવો ઈતિહાસ સર્જયો છે.

(10:48 am IST)