Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

મુંબઈ મહારાષ્ટ્રમાંથી અંતે કોરોના મુઠ્ઠીઓ વાળીને ભાગવા લાગ્યો: રાહતના મોટા સમાચાર: કેસમાં સતત ઘટાડો: નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધુ મોટી

મુંબઈમાં કોરોના ભાગવા લાગ્યો: નવા કેસોમાં મોટો ઘટાડો: ૨૪ કલાકમાં ૨૬૬૨ નવા કેસ તો સામે ૫૭૪૬  સાજા પણ થયા અને ૭૮ મૃત્યુ:  મહારાષ્ટ્રમાં પણ કેસ ઘટી ગયા, ૨૪ કલાકમાં ૪૮૬૨૧ નવા કોરોના કેસ, ૫૬૭ મૃત્યુ અને ૫૯૫૦૦ સાજા થયા: કોરોનાથી મોટી રાહતનો પ્રારંભ

(12:00 am IST)
  • પાંચમીએ ભાજપના મોટા પાયે રાષ્ટ્રવ્યાપી ધરણા પૂર્વે આવતીકાલે ૪ મે થી બે દિવસની પશ્ચિમ બંગાળની મુલાકાતે જે.પી.નડ્ડા દોડયા : ચૂંટણીઓ પુરી થયા પછી પશ્ચિમ બંગાળમાં વ્યાપક હિંસા અને તોફાનોના પગલે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા મંગળવારથી પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે જઇ રહ્યાનું જાણવા મળે છે. access_time 12:06 am IST

  • આજે પોરબંદર ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહમાં 14 મૃતદેહ ને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો જેમાં બે કોરોના પોઝિટિવ નો સમાવેશ થાય છે access_time 11:34 pm IST

  • પુડુચેરીમાં ડખ્ખા શરૂ :૬ સભ્યો જ હોવા છતાં ભાજપ મુ.મંત્રી પદ માગે છે : પ્રથમ દિવસે જ પુડુચેરીમાં ભાજપ અને સ્થાનિક પક્ષો વચ્ચે ડખ્ખો શરૃઃ પુડુચેરીમાં સ્થાનિક પક્ષો સાથે જોડાણ કરી ભાજપ સત્તા પર આવી રહ્યો છે ત્યારે સત્તાની વહેંચણી બાબતે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું છે. ભાજપે માત્ર ૬ ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીપદ માગતા ભાજપના મોરચામાં મતભેદો સર્જાયા છે. (ન્યુઝ ફર્સ્ટ) access_time 3:19 pm IST