Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ગુરુવારથી યુનાઇટેડ આરબ અમીરાત- દુબઈથી ભારતીય નાગરિકોને પરત લાવવાનું શરૂ થશે ગ્રેટ--- કુલ ૧,૯૮,૦૦૦ ભારતીય નાગરિકોએ ભારત પરત આવવા નામ નોંધાવ્યા

નવી દિલ્હી :ગુરુવારથી યુનાઇટેડ આરબ અમીરાત- દુબઈથી ભારતીય નાગરિકોને પરત લાવવાનું  શરૂ થશે કુલ ૧,૯૮,૦૦૦ ભારતીય નાગરિકોએ ભારત પરત આવવા નામ નોંધાવ્યા છે. જેમાંથી ગુરુવારે પ્રથમ બે ફ્લાઈટમાં કેરળના લોકોને સૌપ્રથમ લાવવામાં આવશે. આ પછી દરરોજ ફ્લાઇટ દ્વારા ભારતીયોને પરત લાવવાનું ચાલુ રહેશે. આ માટે ટીકીટની રકમ આવનારે ચુકવવાની રહેશે. સૌપ્રથમ માંદગીવાળા, મોટી ઉંમરના તથા વિઝાની મુદત પૂરી થતાં અટવાઈ પડેલાઓને પ્રાયોરિટી અપાશે. ભારતીય લોકોને વિનામૂલ્યે અથવા વધુમાં વધુ ડિસ્કાઉન્ટ આપવા ત્યાંના એસોસિએશને ભારત પાસે માગણી કરી છે

(12:08 am IST)